ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.
India, Gujarat, Navsari, Vansda, janki van |ભારત, ગુજરાત,નવસારી,વાંસદા, જાનકી વન
જાનકી વન એ ભારત દેશના પ્રશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.
આ વનનું સંચાલન ગુજરાતરાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ વન પર્યાવરણ સુરક્ષા વન્ય સમૃદ્ધિ નું જતન -સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ -ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા 66 માં રાજ્ય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 15.66 હેક્ટર જેટલાં વિસ્તારમાં ફેલાયેલા રાજયના 12માં સાંસ્કૃતિક વન તરીકે જાનકી વન નું લોક સમર્પણ બીજી ઓગસ્ટ 2015 ના દિવસે કરવામાં આવ્યું હતું.
આ વન ચીખલી સાપુતારા રાજ્ય ધોરી માર્ગ પર ઉનાઈ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર - આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા , ટ્રાયબલ હટ, વગેરે છે.
Comments
Post a Comment