નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
નવસારી માટે ગૌરવની ક્ષણ :નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડ. નવસારી જિલ્લાનું ગૌરવ વિજ્ઞાન અને સેવા ક્ષેત્રે વધુ એક વાર ચમક્યું છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (Mobile Veterinary Dispensary - MVD) નવસારી જિલ્લામાં મોટી સફળતાની સાથે કાર્યરત છે. હૈદરાબાદ ખાતે યોજાયેલા એક વિધાનસભાયોગ્ય કાર્યક્રમમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેન ડો. જી. વી. કે. રેડ્ડીના હસ્તે નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ વિજેતાઓની સિદ્ધિ MVDના ટીમના ડૉ. ભાવિકા પટેલ (પશુ ચિકિત્સા અધિકારી) અને પાયલોટ કમ ડ્રેસર હેતલભાઈ પટેલે વાંસદા તાલુકાના ભીનાર ગામમાં પ્રાણીના જીવનરક્ષક ઓપરેશન દ્વારા પોતાના અદમ્ય પ્રયત્નોની ઝાંખી આપી હતી. ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા મળેલી જાણ બાદ, બંનેએ સમયસર સ્થળ પર પહોંચી, એક વાછરડી પર હર્નિયાના ઓપરેશનની સફળતા મેળવી. નવસારીની સફળતા અને આશીર્વાદરૂપ સેવાઓ નવસારીમાં કાર્યરત દસ ગામ દીઠ MVD નાં જ્ઞાન અને જનસેવા ...