હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા એવોર્ડથી નવાજાયા ખેરગામના સ્વાતિબેન પટેલ નવસારી જિલ્લાના ગૌરવ સમાન સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા નો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવી દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજદિન સુધી આ એવોર્ડ મેળવનારી તેઓ પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. આ સાથે સ્વાતિબેને નવસારી જિલ્લાને One District One Product હેઠળ વારલી પેઇન્ટિંગ ની ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી અત્યાર સુધી કોઈને આ એવોર્ડ મળ્યો નહોતો. સ્વાતિબેન દ્વારા તૈયાર કરાયેલ “ભીત ચિત્ર” વારલી પેઇન્ટિંગનું અનોખું અને પરંપરાગત સ્વરૂપ છે. આ ચિત્ર સંપૂર્ણ પ્રકૃતિ આધારિત અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. વાંસની ભીત પર માટી તથા ગાય-ભેંસના છાણનું લીપણ કરી, ચોખા અને બાવળના ગુંદરની પેસ્ટ વડે સફેદ રંગ તૈયાર કરીને ચિત્ર રચાયું છે. ચિત્રમાં આદિવાસી જીવનશૈલી, કૃષિ, પંચતત્વો, લગ્નવિધિ, ઉત્સવો, નૃત્ય, સંગીત, પશુપાલન, પર્વતો, તળાવો અને પ્રકૃતિ સાથેના સંબંધોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે....
નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...