શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે.
આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તથા સમગ્ર ગ્રામજનોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.


Comments
Post a Comment