હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા એવોર્ડથી નવાજાયા ખેરગામના સ્વાતિબેન પટેલ નવસારી જિલ્લાના ગૌરવ સમાન સ્વાતિબેન હિરેનકુમાર પટેલે હસ્તકલા ક્ષેત્રે રાજ્ય કક્ષા નો પ્રતિષ્ઠિત લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવી દક્ષિણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં આજદિન સુધી આ એવોર્ડ મેળવનારી તેઓ પ્રથમ આદિવાસી મહિલા બન્યા છે. આ સાથે સ્વાતિબેને નવસારી જિલ્લાને One District One Product હેઠળ વારલી પેઇન્ટિંગ ની ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નોંધનીય છે કે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી અત્યાર સુધી કોઈને આ એવોર્ડ મળ્યો નહોતો. સ્વાતિબેન દ્વારા તૈયાર કરાયેલ “ભીત ચિત્ર” વારલી પેઇન્ટિંગનું અનોખું અને પરંપરાગત સ્વરૂપ છે. આ ચિત્ર સંપૂર્ણ પ્રકૃતિ આધારિત અને ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે. વાંસની ભીત પર માટી તથા ગાય-ભેંસના છાણનું લીપણ કરી, ચોખા અને બાવળના ગુંદરની પેસ્ટ વડે સફેદ રંગ તૈયાર કરીને ચિત્ર રચાયું છે. ચિત્રમાં આદિવાસી જીવનશૈલી, કૃષિ, પંચતત્વો, લગ્નવિધિ, ઉત્સવો, નૃત્ય, સંગીત, પશુપાલન, પર્વતો, તળાવો અને પ્રકૃતિ સાથેના સંબંધોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે....
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી.રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ
આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
આ તાલીમમાં એસ.ડી.આર.એફ. પોલીસ કોન્સ્ટેબલશ્રી આશિષભાઈ મહેતા, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરશ્રી હાર્દિક ગઢવી, રેડ ક્રોસ સોસાયટીના શ્રી બિપીનભાઈ લો સહિતના નિષ્ણાંતોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમમાં આશરે ૪૬૦ જેટલા આપદા મિત્રો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અણધારી આફત વખતે સ્વેચ્છાએ સ્વયં સેવક બની સેવા કરવા માંગતા લોકોને આપદા મિત્રો કહેવામાં આવે છે.



Comments
Post a Comment