Skip to main content

Posts

Showing posts from July, 2026

શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ

        શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...

શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ

        શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...

31 જુલાઈના ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં.

  31 જુલાઈના ભારે વરસાદની આગાહીને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં. નવસારી, તા. 29 જુલાઈ 2026: હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈના રોજ નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આગામી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક (VC) યોજાઈ હતી. જેમાં SDM, DySP, મામલતદાર, TDO, PI સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંભવિત ભારે વરસાદની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ, નીચાણવાળા વિસ્તારો પર સતત નજર, બચાવ અને રાહત કામગીરી, સંવેદનશીલ સ્થળોની દેખરેખ, જરૂરી સાધનો અને માનવબળની ઉપલબ્ધતા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરે, બિનજરૂરી મુસાફરી ટાળે તેમજ ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક જવા...

નવસારી સિસોદરાના CRC શ્રી ધરમસિંહ રાઠોડને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.

  નવસારી સિસોદરાના CRC શ્રી ધરમસિંહ રાઠોડને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. ખેરગામ, તા. 29 જુલાઈ, 2026: નવસારી સિસોદરાના આદરણીય CRC શ્રી ધરમસિંહ રાઠોડ ના જન્મદિવસ નિમિત્તે શિક્ષણજગત, સહકર્મી શિક્ષકો, શિક્ષણપ્રેમીઓ તથા શુભેચ્છકો તરફથી હાર્દિક શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. શ્રી ધરમસિંહ રાઠોડે શિક્ષણ ક્ષેત્રે પોતાના સમર્પણ, સેવાભાવ, કાર્યનિષ્ઠા અને અસરકારક માર્ગદર્શન દ્વારા શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની નિષ્ઠાપૂર્વકની સેવાઓ અને સરળ વ્યક્તિત્વ સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. આ શુભ અવસરે સૌએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેઓ શિક્ષણ ક્ષેત્રે સતત નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજ અને શિક્ષણજગતને વધુ પ્રેરણા આપતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી. SB KHERGAM OFFICIAL પરિવાર તરફથી પણ આદરણીય CRC શ્રી ધરમસિંહ રાઠોડ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. 🎉 જન્મદિવસ ખૂબ ખૂબ મુબારક! 🎂

નવસારી જિલ્લાના શિક્ષક જતીનકુમાર ટંડેલને “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬” એનાયત.

   નવસારી જિલ્લાના શિક્ષક જતીનકુમાર ટંડેલને “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ–૨૦૨૬” એનાયત. નવસારી: નવસારી જિલ્લાના શિક્ષણક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે સિસોદ્રા (ગણેશવડ) કન્યાશાળા પી.એમ. શ્રી ના શિક્ષક શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલ ની વર્ષ ૨૦૨૬ના “સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. પોરબંદર સ્થિત શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ – સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની દિવ્ય પ્રેરણાથી શિક્ષણક્ષેત્રમાં વિશિષ્ટ અને નવતર કાર્ય કરનારા શિક્ષકોનું દર વર્ષે સન્માન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત વર્ષ ૨૦૨૬ માટે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જતીનકુમાર પરભુભાઈ ટંડેલ ની “ગુરુ ગૌરવ એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ એવા શિક્ષકોને અર્પણ કરવામાં આવે છે, જેમણે પોતાની શાળામાં નવીન પ્રયોગો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ અવસરે તા. ૨૭ અને ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા અન્ય મહાનુભાવોન...

સેવા માટે સંપત્તિ નહીં, પણ સંવેદના જોઈએ!

   સેવા માટે સંપત્તિ નહીં, પણ સંવેદના જોઈએ! વલસાડ: વિનાશક પૂરની આપત્તિ વચ્ચે વિરવલ સ્થિત અનસૂયા છાત્રાલયની આદિવાસી દીકરીઓએ માનવતાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આર્થિક રીતે દાન કરવાની ક્ષમતા ન હોવા છતાં તેમણે સેવા માટે અનોખો માર્ગ પસંદ કરીને પૂર પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. "અમારી પાસે દાન આપવા પૈસા નથી, પરંતુ અમે પૂર પીડિતોના કપડાં ધોઈને સેવા કરવા માંગીએ છીએ," એવા નિઃસ્વાર્થ ભાવ સાથે દીકરીઓએ ટેમ્પો ભરેલા કપડાં કલાકોની મહેનત કરીને પોતાના હાથે ધોઈ સ્વચ્છ બનાવ્યા. તેમની આ સેવા માત્ર એક કાર્ય નહોતું, પરંતુ કરુણા, માનવતા અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ બની રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સાચી સેવા માટે સંપત્તિ નહીં, પરંતુ સંવેદનાથી ભરેલું હૃદય જરૂરી છે. વિરવલની આ દીકરીઓનો સેવાભાવ સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે અને આપત્તિના સમયમાં માનવતા જ સૌથી મોટી તાકાત છે તેવો સંદેશ આપી રહ્યો છે. વિરવલની આ સેવાભાવી દીકરીઓને હૃદયપૂર્વક વંદન અને તેમની માનવતાભરી પહેલને સલામ.

🎉 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ  🎉 નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ  #HappyBirthday #AjuvendraPatel #NJPSS #NJPSSNavsari #NavsariDistrict #PrimaryTeachers #TeachersUnion #Navsari #Gujarati #BirthdayWishes #Education #TeacherLeadership #Official #Celebrate #ShikshakEkta #શિક્ષકસંઘ #અજુવેન્દ્રપટેલ #જન્મદિવસ #નવસારી #NJPSSNavsariOfficial

ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન.

                 ખેરગામ વેણ ફળિયાના આદર્શ શિક્ષિકા કુસુમબેન પટેલનું દુઃખદ અવસાન. ખેરગામ વેણ ફળિયાના સ્વ. શંકરભાઈ નીછાભાઈ પટેલના ધર્મપત્ની તથા ડૉ. પંકજભાઈ પટેલના પૂજ્ય માતૃશ્રી કુસુમબેન પટેલ નું તા. 22 જુલાઈ, 2026 ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ કુસુમબેનશ્રીએ ખેરગામ કન્યાશાળામાં આદર્શ શિક્ષિકા તરીકે લાંબા સમય સુધી નિષ્ઠા, સમર્પણ અને કર્તવ્યભાવ સાથે સેવા બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને કારણે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને સમાજમાં આદરણીય સ્થાન ધરાવતા હતા. તેમનો સૌમ્ય સ્વભાવ, મીઠી વાણી, સૌને માન-સન્માન આપવાની ભાવના અને સેવાભાવી વ્યક્તિત્વ તેમની આગવી ઓળખ હતી. શિક્ષિકા, માતા, પત્ની, બહેન અને ગૃહિણી તરીકે તેમણે જીવનના દરેક દાયિત્વને પ્રેમ, સંસ્કાર અને આત્મીયતા સાથે નિભાવ્યા હતા. તેમના આદર્શ જીવનમૂલ્યો અને માનવતાભર્યા વ્યવહારની સુગંધ અનેક લોકોના જીવનમાં હંમેશા પ્રેરણારૂપ બની રહેશે. તેમના અવસાનના સમાચારથી ખેરગામ સહિત સમગ્ર શિક્ષણજગત અને સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. વિવિધ આગેવાનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સ્નેહીજ...

🎉 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

         🎉 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ  #HappyBirthday #DivyeshKumarChauhan #KhergamTaluka #PrimaryTeachersUnion #KTPSS #KhergamNews 

તાલુકા કક્ષાના અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાનો ઉજ્જવળ દેખાવ

તાલુકા કક્ષાના અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાનો ઉજ્જવળ દેખાવ. ખેરગામ તાલુકાના ચીમનપાડા ગ્રાઉન્ડ ખાતે તા. 18 જુલાઈ, 2026 ના રોજ પાટી હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાકેશભાઈ ના કન્વીનરપણા હેઠળ તાલુકા કક્ષાનો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. આ સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 22 મેડલ હાંસલ કર્યા હતા. જેમાં 13 પ્રથમ, 7 દ્વિતીય અને 2 તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓએ શાળા તેમજ સમગ્ર બહેજ ગામનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ , શાળાના આચાર્ય શ્રી સેજલભાઈ પટેલ , શાળા સ્ટાફ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ , સરપંચ શ્રીમતી ભાનુબેન પટેલ , માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર , તાલુકા પંચાયતના સભ્યશ્રી, બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ , બીટ નિરીક્ષક શ્રી કિરીટભાઈ સોલંકી , તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ ચૌહાણ , શ્રી પ્રશાંતભાઈ પટેલ , ગ્રામજનો તથા અન્ય આગેવાનોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખન...

ગણદેવી ટીચર્સ સોસાયટીના નવા પ્રમુખશ્રી તરીકે કલ્પેશકુમાર ટંડેલે કાર્યભાર સંભાળ્યો, ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ ખાપરીયાની વરણી

     ગણદેવી ટીચર્સ સોસાયટીના નવા પ્રમુખશ્રી તરીકે કલ્પેશકુમાર ટંડેલે કાર્યભાર સંભાળ્યો, ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ ખાપરીયાની વરણી ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલે આજરોજ તા. 18 જુલાઈ, 2026ના રોજ ગણદેવી ટીચર્સ સોસાયટીના પ્રમુખશ્રી તરીકે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે યોજાયેલી બેઠકમાં ગણદેવી તાલુકાના શિક્ષકો અને સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે શ્રી હેમંતભાઈ ખાપરીયાની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા તાલુકાભરના શિક્ષકમિત્રોએ નવનિયુક્ત પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ અને ઉપપ્રમુખશ્રી હેમંતભાઈ ખાપરીયાને હાર્દિક અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવી ટીમ શિક્ષકોના પ્રશ્નોના અસરકારક નિરાકરણ, સંગઠનની મજબૂતી અને શિક્ષણક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા...

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બદલીથી આવેલ શિક્ષકશ્રીઓનું હાર્દિક સ્વાગત અને સન્માન

      ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બદલીથી આવેલ શિક્ષકશ્રીઓનું હાર્દિક સ્વાગત અને સન્માન ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાજેતરમાં બદલીથી ચીખલી તાલુકામાં ફરજ પર જોડાયેલા શિક્ષકશ્રીઓના સન્માનાર્થે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રાજુભાઈ પટેલ , કેળવણી નિરીક્ષક શ્રી રાજેશભાઈ પટેલ , ચીખલી બી.આર.સી. શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે સંઘના હોદ્દેદારો દ્વારા નવા જોડાયેલા શિક્ષકશ્રીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષક એકતા, સહકાર, પરસ્પર વિશ્વાસ અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે, "દૂધમાં સાકર ભળે તેમ નવા શિક્ષકમિત્રો ચીખલી તાલુકાના શિક્ષક પરિવાર સાથે એકરૂપ બની શિક્ષણના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સુખ-દુઃખના દરેક પ્રસંગે પરસ્પર સહયોગ અને વિશ્વાસ જ આપણી સંસ્થાની આગવી ઓળખ અને સંસ્કૃતિ છે." અંતમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સં...

નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન.

નવસારી જિલ્લા પંચાયતના હોદ્દેદારોનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન. નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, નવસારી શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી તુષારભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા પંચાયત મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમિલાબેન નિલેષભાઈ પટેલનું નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષશ્રી ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, નવસારી તાલુકા ઘટક સંઘના પ્રતિનિધિઓ, વાંસદા તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત તેમજ ગણદેવી તાલુકા ઘટક સંઘના મહામંત્રીશ્રી સતીશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક સંઘના આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારોને તેમની નવી જવાબદારી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ શિક્ષણ ક્ષેત્રના વિકાસ અને શિક્ષકોના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે પરસ્પર સહકારની ભાવના સાથે કાર્ય કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો...

જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને 10 હજારથી વધુ નોટબુકનું વિતરણ

  જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને 10 હજારથી વધુ નોટબુકનું વિતરણ સમાજમાં નિઃસ્વાર્થ સેવાભાવ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતી જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી સતત સમાજસેવાનું કાર્ય કરી રહી છે. વિવિધ વિસ્તારોના સેવાભાવી મિત્રોના સહયોગથી રચાયેલ આ ટ્રસ્ટ દર વર્ષે બે વખત અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરીને શિક્ષણના યજ્ઞમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકાની કુલ 10 પ્રાથમિક શાળાઓમાં 10,000થી વધુ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ યોજનાનો લાભ ચાવશાળા પ્રાથમિક શાળા, કાલુનિયા પ્રાથમિક શાળા, આંબાપાણા વર્ગ શાળા, શાહુડા પ્રાથમિક શાળા, ધામણવેગણ પ્રાથમિક શાળા, સીદાચીમાળી પ્રાથમિક શાળા, બારુમાળ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા, ઘોડીપાડા વર્ગ પ્રાથમિક શાળા અને એકલેરા-જાંબોનિયા પ્રાથમિક શાળા સહિતના વિદ્યાર્થીઓને મળ્યો. આ પહેલ માત્ર નોટબુકનું વિતરણ નથી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યમાં વિશ્વાસનું એક સુંદર બીજ વાવવાનો પ્રયાસ છે. આવા સેવાકાર્યો થકી...

ગણદેવી તાલુકાની શિક્ષક મંડળીની 75મી વાર્ષિક સાધારણ સભામાં અમૃત પર્વની ભવ્ય ઉજવણી

   ગણદેવી તાલુકાની શિક્ષક મંડળીની 75મી વાર્ષિક સાધારણ સભામાં અમૃત પર્વની ભવ્ય ઉજવણી ગણદેવી તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 75મી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રામીબેન આમલીઅન હોલ, સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. અમૃત પર્વ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મંડળી દ્વારા 25 નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 7 વિદ્યાર્થીઓ, 4 શિક્ષકો, મુખ્ય શિક્ષકો તેમજ 5 શાળાઓને સન્માનિત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં આવી. કાર્યક્રમ દરમિયાન રિકરિંગ ખાતા યોજના અંતર્ગત ફિક્સ ગિફ્ટ યોજનામાં 54 ખાતાધારક સભાસદોને પ્રોત્સાહક ભેટો અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ડ્રો પદ્ધતિ દ્વારા ઇનામી યોજનાનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના મંત્રીશ્રી અજુવેન્દ્રભાઈએ સોસાયટીના વહીવટી અને નાણાકીય અહેવાલ રજૂ કરીને વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. આ પ્રસંગે સોસાયટીના માજી પ્રમુખશ્રી ગોવિંદભાઈ, ધીરજભાઈ અને રાજેશભાઈએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને સોસાયટીની વિકાસયાત્રા ...

ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર.

     ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ, વર્ષ 2026-27 અને 2027-28 માટે હોદ્દેદારો તથા જિલ્લા કારોબારી બિનહરીફ જાહેર. ધરમપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની વર્ષ 2026-27 અને 2027-28 માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, ખજાનચીશ્રી, સહમંત્રીશ્રી તથા જિલ્લા કારોબારીના સભ્યો માટે યોજાયેલી ચૂંટણી સર્વાનુમતે પૂર્ણ થઈ હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં પ્રમુખ તરીકે શ્રી મનોજકુમાર રમણલાલ પટેલ (તિસ્કરી તલાટ પ્રાથમિક શાળા), ઉપપ્રમુખ તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ નાથુભાઈ મહાકાળ (જાગીરી પ્રાથમિક શાળા), મહામંત્રી તરીકે શ્રી રામચંદ્રભાઈ હુનીયાભાઈ માહલા (ડુંગરસેત ભવાડા પ્રાથમિક શાળા), ખજાનચી તરીકે શ્રી સંજોગકુમાર કાળીદાસ પટેલ (કરંજવેરી પ્રાથમિક શાળા) તથા સહમંત્રી તરીકે શ્રી નિતીનકુમાર ધીરૂભાઈ આહીર (મોટી ઢોલડુંગરી પ્રાથમિક શાળા) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જિલ્લા કારોબારી માટે પણ કુલ 10 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેમાં શ્રી પરેશભાઈ ધનસુખભાઈ પટેલ, શ્રી અલ્પેશભાઈ મોહનભાઈ પટેલ, શ્રી હિરેનકુમાર દુર્લભભાઈ રાઠોડ, શ...

માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી.

   માનનીય સાંસદશ્રી ધવલ પટેલે માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રીને પૂર્વ-2010 શિક્ષકોના TET મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરી. વલસાડ લોકસભાના માનનીય સાંસદશ્રી  ધવલ પટેલે તા. 08 જુલાઈ, 2026 ના રોજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન ને પત્ર લખી 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોના સેવા હિતોના કાનૂની અને નીતિગત રક્ષણ માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સાંસદશ્રીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટ, 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોની ભરતી તે સમયના અમલમાં રહેલા નિયમો, લાયકાતો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર રીતે કરવામાં આવી હતી. આવા શિક્ષકોએ વર્ષો સુધી સમર્પિત સેવાઓ આપી દેશના શિક્ષણ ક્ષેત્રે તથા રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરાયેલી TET સંબંધિત સૂચના તથા સર્વોચ્ચ અદાલતના તા. 29 મે, 2024ના ચુકાદાને પગલે પૂર્વ-2010 શિક્ષકોમાં સેવા સુરક્ષા, વરિષ્ઠતા, બઢતી, પેન્શન અને અન્ય કાયદેસર અધિકારો અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આથી આવા શિક્ષકોના હકોનું કાનૂની અને નીતિગત રક્...

ખેરગામના દાદરી ફળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેલા વૃક્ષોનું જતન કરાયું.

      ખેરગામના દાદરી ફળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેલા વૃક્ષોનું જતન કરાયું. ખેરગામ, તા. 7 જુલાઈ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 5 જૂનના રોજ ખેરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવવામાં આવેલા વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓના જતન અને ઉછેરના ભાગરૂપે રવિવારે ખેરગામના દાદરી ફળિયામાં વિશેષ વૃક્ષ જતન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ , તાલુકા ભાજપ મહામંત્રી વિજય રાઠોડ, સાંઈરામ ઉર્ફે દિનેશભાઈ રાઠોડ તેમજ સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ વૃક્ષોની આસપાસની સફાઈ કરી, નિંદામણ દૂર કર્યું તેમજ છોડને પૂરતું પાણી આપી તેની યોગ્ય સંભાળ રાખી હતી. જેમાં સૌથી વધુ મહેનત સાંઈરામની હતી. તેમણે 5 જૂને વૃક્ષારોપણ પછી તેમને વૃક્ષોનું નિયમિત રીતે જતન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "માત્ર વૃક્ષારોપણ કરવાથી કાર્ય પૂર્ણ થતું નથી. વૃક્ષોનું નિયમિત જતન અને ઉછેર કરવો પણ દરેક નાગરિકની જવાબદારી છે. આવનારી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ ...