નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ: શિક્ષણના કર્મયોગીનું વય નિવૃત્તિ સન્માન નારણપોર પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીના શિક્ષકગણ, એસ.એમ.સી. સભ્યો, ગ્રામજનો અને બાળકો દ્વારા શ્રીમતી સુશીલાબેન રવજીભાઈ પટેલ, નિવૃત્ત શિક્ષિકાને સ્નેહભર્યું સન્માન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની 36 વર્ષ, 6 માસ અને 8 દિવસની શિક્ષણજગતની અવિરત સેવાને યાદ કરવામાં આવી. જીવનયાત્રા અને શિક્ષણની શરૂઆત શ્રીમતી સુશીલાબેનનો જન્મ 1966માં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વંકાલ ગામે એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ વંકાલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શિક્ષણ વંકાલ હાઇસ્કૂલમાં મેળવ્યું. 1983માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે P.T.C.ની પદવી પ્રાપ્ત કરી, તેમણે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પગલાં માંડ્યાં. શિક્ષણની પ્રેરણાદાયી કારકિર્દી સુશીલાબેનની શિક્ષણ યાત્રા 22 ડિસેમ્બર, 1988ના રોજ આગ્રીપાડા પ્રાથમિક શાળા, તા. ઉમરગામ, જિ. વલસાડથી શરૂ થઈ, જ્યાં તેમણે 9 વર્ષ, 11 માસ અને 26 દિવસ સેવા આપી. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1998થી વાવ પ્રાથમિક શાળા, તા. ખેરગામ, જિ. નવસારીમાં 23 વર્ષ, 11 માસ અને 6 દિવસ ફરજ બજાવ...