Skip to main content

Posts

Showing posts from December, 2025

નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ

નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત  નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25)  અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ  ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા  એ જિલ્લાકક્ષાએ  પ્રથમ ક્રમાંક  પ્રાપ્ત કર્યો છે, જ્યારે  વાવ પ્રાથમિક શાળા  એ  દ્વિતીય ક્રમાંક  મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય  નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...

વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે શાળા કક્ષાનું ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

    વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે શાળા કક્ષાનું ભવ્ય ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવા અને ગણિત જેવા વિષયને રસપ્રદ બનાવવાના હેતુસર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સ્થિત વાડ મુખ્ય પ્રાથમિક શાળા પી.એમ.શ્રી-ગુજરાત ખાતે તા. ૨૪-૧૨-૨૦૨૫ ને બુધવારના રોજ એક ભવ્ય **‘ગણિત-વિજ્ઞાન પ્રદર્શન’**નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંઘના હોદ્દેદારો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને અને મુખ્ય મહેમાનો તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી (TPEO) અને બીટ નિરિક્ષક શ્રી પ્રશાંતભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર અને SMC વતી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સંગઠન અને સમાજના અગ્રણીઓ પણ બાળકોનો ઉત્સાહ વધારવા હાજર રહ્યા હતા. જેમાં SMC અધ્યક્ષ શ્રી દિનેશભાઇ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇ, જિલ્લા સંઘના સહમંત્રી શ્રી ધર્મેશકુમા...

મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

  મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મીયાંઝરી પ્રાથમિક શાળામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ઉપશિક્ષક શ્રી નરેશકુમાર લાલજીભાઈ મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામ પંચાયત મીયાંઝરીની સરપંચ શ્રીમતિ લીલાબેન અમરતભાઈ ગાંવીતના પ્રમુખપણામાં આયોજિત થયો હતો. શ્રી નરેશભાઈ લાલજીભાઈ મહાકાળે તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ૨૦ વર્ષની અવિરત સેવા પૂર્ણ કરી. તેમણે શાળામાં પ્રવાસ, પર્યટન અને વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિષયોમાં રુચિ જગાવી, વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે વિરવાસનું સંપાદન કર્યું. વળી, ૨૦ વર્ષથી BLO (બુથ લેવલ ઓફિસર) તરીકે પણ નિષ્ઠાથી કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી રવિભાઈ પટેલ, ખજાનચીશ્રી ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ...

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન. તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ: 🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક 🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક  🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક 🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળાના સોહમભાઈ બ...