ખેરગામ પોલીસની સરાહનીય કામગીરી: ખોવાયેલા 5 મોબાઇલ માલિકોને પરત સોંપાયા. ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ખોવાયેલ અલગ-અલગ કંપનીઓના કુલ 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 60,397/-) શોધી કાઢી મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ (IPS)ના માર્ગદર્શન હેઠળ તથા વાંસદા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી. ચાંદુના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ખોવાયેલ મોબાઇલ તથા મોબાઇલ ચોરીના ગુનાઓ શોધવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. ટીમ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી વિસ્તારના વિવિધ ગામોમાંથી ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવામાં સફળતા મળી હતી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોબાઇલ ધારકોની ઓળખ પુષ્ટિ કરી તેમને તેમના મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા. શોધી કાઢેલ મોબાઇલની વિગતો: REALME C61 – રૂ. 7,700/- VIVO 5G – રૂ. 14,499/- OPPO ...
જનતા માધ્યમિક શાળામાં મગનભાઈ આહીરનો ભાવભર્યો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો. બાવળી ફળિયાના રહેવાસી તથા જનતા માધ્યમિક શાળાના સિનિયર કલાર્ક શ્રી મગનભાઈ આહીરનો નિવૃતિ નિમિત્તે ભાવભેર સન્માન સમારોહ યોજાયો હતો. શાળામાં તેમણે આશરે 40 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી પોતાની ફરજ બજાવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર, સહકર્મીઓ તથા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તેમની દીર્ઘકાલીન સેવાઓને યાદ કરી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મગનભાઈ આહીર શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા કર્મચારી તરીકે ઓળખાતા હતા. તેમણે શાળા પરિવાર સાથે આત્મીયતા જાળવી રાખી અને વિદ્યાર્થીઓ સાથે મિત્રતાભાવથી વર્તન કરીને સૌના દિલ જીત્યા હતા. તેમની ફરજ પ્રત્યેની ઈમાનદારી, નિયમિતતા અને નિષ્ઠા હંમેશા અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે. કાર્યક્રમ દરમિયાન સહકર્મીઓએ તેમના અનુભવો અને યાદોને શેર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં મગનભાઈ આહીરે સૌનો આભાર વ્યક્ત કરી શાળાના સંસ્મરણો વહેંચ્યા હતા. #MaganbhaiAhir #RetirementCeremony #Farewell #SchoolLife #Dedication #Honesty #Khergam #Education #Gujarat #Respect #Inspiration #School...