શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
Khergam: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ
સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

Comments
Post a Comment