Skip to main content

નવસારી માટે ગૌરવની ક્ષણ :નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડ.

નવસારી માટે ગૌરવની ક્ષણ :નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટે રાષ્ટ્રીય એવોર્ડ. નવસારી જિલ્લાનું ગૌરવ વિજ્ઞાન અને સેવા ક્ષેત્રે વધુ એક વાર ચમક્યું છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (Mobile Veterinary Dispensary - MVD) નવસારી જિલ્લામાં મોટી સફળતાની સાથે કાર્યરત છે. હૈદરાબાદ ખાતે યોજાયેલા એક વિધાનસભાયોગ્ય કાર્યક્રમમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેન ડો. જી. વી. કે. રેડ્ડીના હસ્તે નવસારીની MVD ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી નવાજવામાં આવી હતી. એવોર્ડ વિજેતાઓની સિદ્ધિ MVDના ટીમના ડૉ. ભાવિકા પટેલ (પશુ ચિકિત્સા અધિકારી) અને પાયલોટ કમ ડ્રેસર હેતલભાઈ પટેલે વાંસદા તાલુકાના ભીનાર ગામમાં પ્રાણીના જીવનરક્ષક ઓપરેશન દ્વારા પોતાના અદમ્ય પ્રયત્નોની ઝાંખી આપી હતી. ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા મળેલી જાણ બાદ, બંનેએ સમયસર સ્થળ પર પહોંચી, એક વાછરડી પર હર્નિયાના ઓપરેશનની સફળતા મેળવી. નવસારીની સફળતા અને આશીર્વાદરૂપ સેવાઓ નવસારીમાં કાર્યરત દસ ગામ દીઠ MVD નાં જ્ઞાન અને જનસેવા ...

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

તારીખ : 26-06-2024નાં દિને  શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને રાજેશભાઈ પટેલ તેમજ શાળાનાં એસ.એમ.સીનાં સભ્યોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

 સરળ, સૌમ્ય સ્વભાવના અને શિક્ષણમાં વિશેષ રુચિ ધરાવનાર અઘિકારીશ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ સુંદર શૈક્ષણિક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આજના આ  કાર્યક્રમમાં પોલીસ અને શિક્ષણનો સમન્વય જોવા મળ્યો હતો. સાહેબશ્રી દ્વારા તમામ બાળકોને પ્રશ્ન પૂછી ભવિષ્યમાં કેટલા બાળકો પોલીસ બનવા માંગે છે? તેના જવાબ મેળવવા આવ્યા હતા. નાના ભૂલકાઓ નિર્દોષ ભાવે આંગળીઓ ઉંચી કરી હતી. આ અનુલક્ષીને તમામ બાળકોને શાળામાં નિયમિત આવવા, નિયમિત અભ્યાસ કરવા બાબતે બાળકોને સહજ શૈલીમાં વાત રજૂ કરવામાં આવી હતી. 

ત્યાર બાદ બંને શાળાનાં એસ.એમ.સીના સભ્યોની ગૃપ મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં  શાળાનાં આચાર્ય સહિત દરેક સભ્યોની પરિચય અને કામગીરી બાબતે પૃરછા કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી પાસેથી શાળા રીપોર્ટ કાર્ડ, વાર્ષિક પરીક્ષાનું પરિણામનું રેન્ડમલી ચકાસણી, એકમ કસોટી ચકાસણી, જેવા જરૂરી દફતરની ચકાસણી કરવામાં આવી હતી. એસેમસીનાં સભ્યોને શાળામાં તેમની શું ફરજ છે તે બાબતે પૂછવામાં આવ્યું હતું. આરોગ્યના કર્મચારીઓ પણ વર્ષમાં શાળામાં કેટલી મુલાકાત લો છો તેની માહિતી મેળવવામાં આવી હતી.  આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાહેબશ્રી દ્વારા આમળાંનાં વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં શ્રી જીગરભાઈ એન પટેલ (ARSVE, khergam), રીટાબેન ( સ્પેશિયલ એજ્યુકેટર, વિકલાંગ ખેરગામ), ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ તથા રાજેશભાઈ પટેલ, વલસાડ માહિતી ખાતામાં ફરજ બજાવતા મહેશભાઈ પટેલ, આંગણવાડીનાં કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, શાળાનાં શિક્ષકો તથા બાળકો, એસ.એમ.સીના અધ્યક્ષ સહિત તમામ સભ્યો,વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

Comments

Popular posts from this blog

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના નિક...

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

                    Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ. ચીખલી ગણદેવી નગર બીલીમોરા સહિત તાલુકામાં વસતા મહારાષ્ટ્રીઅન સમાજે આજે ચૈત્ર માસના પ્રથમ દિવસે મંગળવારે ગૂડીપડવો, નવાવર્ષ ની ઉજવણી કરી હતી. ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરના મુખ્ય દ્વાર સામે એક વાંસની લાકડીમાં ઉલટો કળશ મૂકી, ધજા ચઢાવી તેની પૂજા કરે છે. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળખી અને લાલ ફૂલોનો હાર બાંધે છે. તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવામાં આવે છે. નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે ગુડી પડવા તહેવાર એ હિંદુઓ અને મરાઠાઓના આશીર્વાદિત પ્રસંગોમાંનો એક છે. સંવસર પડવો તરીકે પણ ઓળખાય છે, આ તહેવાર પરંપરાગત નવા વર્ષ અને કૃષિ રવિ સિઝનના અંતને ચિહ્નિત કરે છે. ગુડી પડવો એ છે જ્યારે ભગવાન બ્રહ્માએ દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોની વિભાવનાઓ સાથે બ્રહ્માંડની રચના કરી હતી. ગુડી પડવા તહેવાર, હિન્દુ પૌરાણિક કથાઓમાં, તે દિવસે પણ ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન રામને 14 વર્ષ પછી અયોધ્યાથી પાછા ફર્યા અ...

સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ :

સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯ : સને ૨૦૩૦ના વર્ષમાં ગુજરાત રાજ્ય વિધુત માટેનું હબ બને, તેમજ ઓછા ખર્ચમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને વીજળીની સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે કામ કરવાના ઉદ્દેશથી ગુજરાત વિધુત પ્રવહન વિભાગ તેમજ જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાતનાં કારણે જેટકો જેવી કંપની આવી, અને તેઓ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને વિદ્યુત સેવાઓ પુરી પાડી રહી છે. તેમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું. ગુજરાતનાં લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી મોદીએ સૌ પ્રથમ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. તેમજ હાલમાં સરકાર દ્વારા વીજળી ખર્ચ ઓછો કરવા માટે સોલાર પોલિસી અમલી બનાવવામાં આવી...