ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત આનંદ મેળો એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી પ્રશાંતભાઈ પટેલ , ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર અને ટીમવર્કનો ...
Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.
Dahod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ. 🏫 ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ 📚
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત રાજ્ય કક્ષાનો “ઉલ્લાસ મેળો – ૨૦૨૪” નો પ્રારંભ દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મુકવામાં આવ્યો. આ તકે શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી. બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે 'ઉલ્લાસ મેળો'.કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબુત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે, શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંકજ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યોના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખુબ જ જરૂરી છે. એક શિક્ષિત વ્યક્તિ અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના આ અભિયાનમાં જોડાઈને એને સફળ બનાવવા ભાગીદારી આપીએ.
Comments
Post a Comment