નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા
સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા: નવસારી જિલ્લો
બ્યુટીફિક્શનની કામગીરી માટે રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવી બેસવા માટે બાકડા આપનાર સુફિયાનભાઈને પણ 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરાયા
નવસારી,તા.૨૫: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા 'સ્વચ્છતા હિરો' તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા હી સેવા "સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ 'સ્વચ્છતા હીરો'ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્યા પર બ્યુટીફિક્શન કામગીરી કરવામાં આવી હતી. આ જગ્યાને સાફ સફાઇ કરી એક એક સેલ્ફી પોઇન્ટ તરીકે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં સ્થાનિક રહેવાસીઓ જેમાં સુફિયાનભાઈ દ્વારા આ જગ્યા પર રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવીને બેસવા માટે બાકડા મુકાવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આ બાબતને ધ્યાને લઈ સુફિયાનભાઈની સ્વચ્છતા પ્રત્યેની પહેલને ચીફ ઓફીસરશ્રી દ્વારા 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સ્થળ પર નગરપાલિકામાં સફાઈ કરતા એવા સફાઇ કર્મચારી કિરણભાઈ કાંતિભાઈ અને ઇન્દ્રજીતભાઈ ચીમન ભાઈ દ્વારા સુંદર ભીત ચિત્ર અને સ્વચ્છતા સંદેશ વોલ પેઇન્ટીંગ કરવામાં આવી હતી. તેઓની સ્વચ્છતા જાળવવા બાબતની કામગીરી અને કાબેલિયતને પણ નગરપાલિકા દ્વારા ઘ્યાને લઈ તેઓને પણ 'સ્વચ્છતા હીરો' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
Comments
Post a Comment