Skip to main content

ખેરગામ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને 2025માં સન્માનિત કરાયા: એક પ્રેરણાદાયી ક્ષણ.

    ખેરગામ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને 2025માં સન્માનિત કરાયા: એક પ્રેરણાદાયી ક્ષણ. ખેરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરી રહેલા પાંચ ક્લસ્ટરના શિક્ષકોને વર્ષ 2025ના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન શિક્ષકોના અથાક પરિશ્રમ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેના તેમના સમર્પણને સલામ કરે છે. આવા કાર્યક્રમો શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે અને અન્ય શિક્ષકોને પણ પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે સન્માનિત થનારા શિક્ષકોની યાદી આ પ્રમાણે છે: - **ખેરગામ ક્લસ્ટર**: ખાખરી ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન પટેલ - **શામળા ફળિયા ક્લસ્ટર**: નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા પૂર્વીબેન પટેલ – તેમની નવીન શિક્ષણ પદ્ધતિઓએ વિદ્યાર્થીઓમાં જ્ઞાનની તરસ વધારી છે. - **બહેજ ક્લસ્ટર**: કૃતિખડક શાળાના શિક્ષિકા શ્રીમતી આશાબેન પટેલ – તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. - **પાટી ક્લસ્ટર**: દાદરી ફળિયાના શિક્ષિકા શ્રીમતી જશુબેન પટેલ – તેમની સમર્પિતતા અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અદ્ભુત છે. - **પાણીખડક ક્લસ્ટર**: ...

Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :


પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ :

એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ :

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ. 

વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.



વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શોધ જાપાનીસ વનસ્પતિશાસ્ર્ત્રી દ્વારા કરવામા આવી છે. જેઓ છોડના ઇકોલોજી, બીજ, અને કુદરતી જંગલોના અભ્યાસના નિષ્ણાંત છે. તેઓ અધોગતિશીલ જમીન પર, કુદરતી વનસ્પતિની પુનઃસ્થાપનાના નિષ્ણાંત તરીકે વિશ્વભરમા સક્રિય છે. જે ટુકા સમય ગાળામા મૂળ પ્રજાતિના જંગલો બનાવવામા મદદ કરે છે. 

આ પદ્ધતિમા એક જ વિસ્તારમા શક્ય તેટલુ નજીક વૃક્ષોનુ (ફક્ત મૂળ પ્રજાતિઓ) વાવેતર કરવામા આવે છે. જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ વાવેતર કરેલા રોપાઓ, એકબીજાની વૃદ્ધિ અને સુર્યપ્રકાશને જમીન પર પહોચવામા પણ મદદ કરે છે. તથા નિંદણના વિકાસને પણ અટકાવે છે.



અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સુચના મુજબ, ઉત્તર ડાંગ વન વિભાગની લવચાલી રેંજમા આવતા કરંજડા ગામ નજીક આર.એફ.કંમ્પાર્ટમેન્ટ નં.ર૭મા “વન કવચ” બનાવવામા આવ્યુ છે. આ “વન કવચ” કુલ એક હેક્ટર વિસ્તારમા ફેલાયેલુ છે. અહિં કુલ પ૮ જેટલી વૃક્ષોની જાતોના ૧૦ હજાર જેટલા રોપાઓનુ વાવેતર કરવામા આવ્યુ છે.

“વન કવચ”ના વૃક્ષો અંગે લોકોની સમજ માટે નકશા સાથે ટુંકી નોંધની તકતીઓ પણ મુકવામા આવી છે. ટુંક સમયમા ઝડપથી ખુલ્લા વિસ્તારને વન વિસ્તારમા ફેરવી શકાય, અને નાના નાના વનો થકી, વનોની ગીચતામા વધારો કરી શકાય તે હેતુ થી “વન કવચ”નુ વાવેતર ખુબ જ સફળકારક છે. 



સુબીર તાલુકામા આવેલા શબીર ઘામ, પંપા સરોવર, ગીરમાળ ઘોઘ તેમજ ડોન જેવા પ્રવાસન સ્થળોએ આવતા પર્યટકો માટે, ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા “વન કવચ”નુ આ નવુ આકર્ષણ ઉમેરવામા આવ્યુ છે. આ 'વન કવચ'નો હેતુ લોકોમા વન પ્રત્યે જાગૃતિ વધારવાનો, અને વન પ્રત્યે લોકોમા અભિરૂચી કેળવવાનો છે.

આ “વન કવચ” થકી જૈવ વિવિધતામા વધારો થશે, અને પક્ષીઓ માટે પણ નવુ આશ્રય સ્થાન લભ્ય બનશે.


આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવીનાબેન ગાવિત, ઉપ પ્રમુખ શ્રી રધુનાથ સાવળે, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, દહેર રાજવી શ્રી તપતરાવ પવાર સહિત જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, મુખ્ય વન સંરક્ષક સર્વશ્રી મનેશ્વર રાજા અને શશી કુમાર, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, મદદનીશ વન સંરક્ષક સર્વશ્રી નિલેશ પંડ્યા, અને કેયુર પટેલ તેમજ જિલ્લાની વિવિધ રેંજના આર.એફ.ઓ., વન કર્મીઓ, સ્થાનિક વન મંડળીના પ્રમુખ/મંત્રીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024