Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ
Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ
સોશીયલ મિડીયા દ્વારા “સ્વચ્છતા હી સેવા “અભિયાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા અનુરોધ
*માહિતી બ્યુરો, તાપી તા.૨૬* તાપી જિલ્લા કલેકટર સભાખંડ ખાતે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી વી.એન.શાહે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સમગ્ર જાણકારી આપતા જણવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાને જનભાગીદારીથી વ્યાપક બનાવવાનો છે. ઈન્ફ્લ્યુએન્ઝર્સ તરીકે સોશિયલ મિડીયાના માધ્યમથી જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો
Comments
Post a Comment