Skip to main content

ખેરગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે!

ખે રગામ કુમાર શાળામાં આનંદ મેળો : શિક્ષણ અને મજા એકસાથે! શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ જીવન સાથે જોડાયેલો અનૂભવ પણ એટલો જ મહત્વનો છે. ખેરગામ કુમાર શાળામાં આયોજિત  આનંદ મેળો  એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને સુંદર આયોજન આ મેળામાં શાળાનાં વિદ્યાર્થીઓએ વિવિધ વાનગીઓના સ્ટોલ તૈયાર કર્યા, જેમાં તેઓએ પોતાના હસ્તકૌશલ્ય અને ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કર્યો.  વિદ્યાર્થીઓએ ન માત્ર સ્વાદિષ્ટ વાનગી રજૂ કર્યું, પરંતુ વેચાણ દ્વારા આર્થિક વ્યવહાર અને વ્યવસાયિક કુશળતા પણ મેળવી. શિક્ષકો અને મહેમાનોનો સાથ આ અવસરને ખાસ બનાવવા માટે શાળાનાં આચાર્યશ્રી  પ્રશાંતભાઈ પટેલ ,  ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ , શાળાનાં શિક્ષકો અને અન્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સૌએ બાળકોની મહેનતને પ્રોત્સાહિત કરી અને તેમની વાનગીઓનો સ્વાદ માણ્યો. જીવન કૌશલ્ય અને ગાણિતિક કુશળતાનો વિકાસ આવા પ્રયોગશીલ શિક્ષણ દ્વારા બાળકો  મૂળભૂત ગણિત, ખર્ચ-આવકનું મેનેજમેન્ટ, ખરીદ-વેચાણની સમજૂતી અને વ્યવસાયિક કુશળતા  વિકસાવે છે. ઉપરાંત, સામાજિક કૌશલ્ય, એકબીજા સાથે સહકાર અને ટીમવર્કનો ...

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.

ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું.

જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું.

તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ભસ્તા  ફળીયા પ્રાથમિક શાળા હાજર થઈ 21 વર્ષ સેવા બજાવી તા 31-10-2024નાં દિને નિવૃત્ત થનાર છે.તેમણે 21 વર્ષની સેવામાં ભસ્તા ફળીયા, સરસિયા ફળિયાનાં લોકો સાથે આત્મીયતાનો ઘરોબો કેળવ્યો હતો. બાળકોનાં શિક્ષણ માટે તેમણે કોઈ કસર બાકી રાખી નહોતી. તેમણે તન મન અને ધનથી નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી સેવા બજાવી છે.

આ નિવૃત્ત વિદાય સન્માન સમારંભનાં પ્રમુખશ્રી તરીકે ઈનચાર્જ તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી/પત્રકાર જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ જનતા માઘ્યમિક શાળાના ટ્રસ્ટી અને પ્રમુખશ્રી તથા (નિવૃત્ત કેન્દ્ર શિક્ષક કુમાર શાળા ખેરગામ) અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્યશ્રી મોહિનીબેન પટેલ,વિજયભાઈ રાઠોડ,ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ શિક્ષક મંડળીનાં ઉપપ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, ખેરગામ બીઆરસી વિજયભાઈ પટેલ,  તથા સહ હોદ્દેદારો, મુખ્ય શિક્ષકો, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, એસએમસીના સભ્યો, ગ્રામજનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું નિવૃત્ત જીવન નીરોગીમય, ભક્તિમય અને સમાજસેવામાં પસાર થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.


Comments

Popular posts from this blog

Navsari : "દીપાવલીના આનંદમાં: પોલીસની સામાજિક પ્રતિબદ્ધતા"

 Navsari : "દીપાવલીના આનંદમાં: પોલીસની સામાજિક પ્રતિબદ્ધતા" જિલ્લાની પોલીસ દ્વારા મજુરોના સુખદીન: દીપાવલીની ઉજવણી"  "દિવાળી: એકતા અને આનંદનો સંદેશ" "બાળકો માટે દીપાવલી: પોલીસની પ્રેમભરી કામગીરી" "પોલીસ અને સમુદાય: દિવાળીના ઉત્સવનો સંઘર્ષ" "મીઠાઈ અને ફટાકડા: દિવાળીની ઉજવણીમાં પોલીસનું યોગદાન"  "દિવાળીના મહોત્સવમાં પોલીસની ભૂમિકા" જીલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મજુરોના પડાવોમાં અને વસાહત વિસ્તારના બાળકોને મીઠાઈ તથા ફટાકડા વિતરણ કરીને દીપાવલીની ઉજવણી કરી. આ પ્રકારની પ્રવૃત્તિઓ સમાજમાં સુખ અને આનંદ ફેલાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ આ નમ્રતાને કારણે બાળકોને દીપાવલીના ઉત્સવનો આનંદ મલવા માટે અવકાશ મળે છે, જે એક સુંદર સંસ્કૃતિ અને સમૂહની ભાવનાઓને પ્રદર્શન કરે છે. આ સમયની ઉજવણીમાં પોલીસ કર્મચારીઓની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી સ્પષ્ટ રીતે દેખાય છે. મીઠાઈ અને ફટાકડા વિતરણ દ્વારા, તેઓ ફક્ત દિવાળીનો ઉત્સવ જ ઉજવી રહ્યા નથી, પરંતુ લોકોમાં એકતા, આનંદ અને સંઘર્ષના સમર્થનનું સંદેશા પણ આપે છ...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024