ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેન...
KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.
KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા.
આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા હતા.
Comments
Post a Comment