Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું. નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાના ગૌરી ગામે 13 નવેમ્બર 2024ના બુધવારે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામના ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પધારેલ મહાનુભાવોના ઉપસ્થિતિમાં આ વિધિ ઉજવાઈ હતી. શ્રી નરેશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગામના બાળકોને વધુ સારી અને સુવિધાસભર શૈક્ષણિક માળખું મળે તે માટે શાળાના નવા મકાનનું નિર્માણ કરાયું છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ,ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, તાલુકા સભ્ય શ્રી હિરલભાઈ, તેમજ પાણીખડકના સરપંચ શ્રી અશ્વિનભાઈ, તોરણવેરાના સરપંચ શ્રી સુનિલભાઈ, ડેબરપાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ, જામનપાડાના કરશનભાઈ, આછવણીના રમણભાઈ, ડૉ.
Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક
Navsari: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં કાર્યાધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલની નિમણૂક થઈ હોય સમગ્ર નવસારી જિલ્લા માટે ખુશી અને ગૌરવની બાબત છે. દિલીપભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન💐💐
Comments
Post a Comment