નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
**કલા મહાકુંભ 2025-26: નાંધઈની દીકરીઓની શાનદાર સિદ્ધિ** ખેરગામ તાલુકામાં “કલા મહાકુંભ 2025-26” અંતર્ગત જનતા હાઇસ્કૂલ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં નાંધઈ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ધોરણ 8ની માનસી આશિષભાઈ પટેલે નિબંધ લેખનમાં અને ધોરણ 6ની દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું. આ સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. માનસી અને દ્રષ્ટિએ પોતાની પ્રતિભા અને અભિવ્યક્તિથી બધાને પ્રભાવિત કર્યા. હવે આ બંને દીકરીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર, શિક્ષકો અને નાંધઈ ગામના લોકોએ બંને વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. આ સિદ્ધિ નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકા માટે ગૌરવની ક્ષણ છે!