નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
નવસારીના હિતેન પટેલની રાષ્ટ્રીય લીડરશીપ તાલીમ માટે પસંદગી
નવસારી જિલ્લાના મહુડી ગામના સરપંચ હિતેન મહેશભાઈ પટેલની રાષ્ટ્રીય સ્તરે પસંદગી ‘ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી’ દ્વારા આયોજિત 15થી 23 નવેમ્બર સુધી આસામમાં યોજાનાર વિશેષ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે થઈ છે. સમગ્ર ભારતમાંથી માત્ર 40 યુવા નેતાઓ પસંદ થયા છે, જેમાં ગુજરાતમાંથી હિતેન પટેલ અને માંડવીની મિત્તલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ લોકશાહી નેતૃત્વ મજબૂત કરવા, શીખવા અને વિકાસ માટે છે. હિતેનભાઈએ જણાવ્યું કે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ મહુડી-પુણી-ભુનવાડીના વિકાસ માટે કરશે અને અન્ય યુવાનોમાં નેતૃત્વની ભાવના જાગૃત કરશે.

Comments
Post a Comment