નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટમાં ખેરગામ તાલુકાની શાળાઓની જિલ્લાકક્ષાએ નોંધપાત્ર સિદ્ધિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.), ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા આયોજિત નવતર ઈકો–પર્યાવરણ શાળા પ્રોજેક્ટ (વર્ષ 2024–25) અંતર્ગત ખેરગામ તાલુકાની શાળાઓએ જિલ્લાકક્ષાએ ગૌરવસભર સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ખાખરી ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ તાલુકા એ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વાવ પ્રાથમિક શાળા એ દ્વિતીય ક્રમાંક મેળવી તાલુકાનું નામ ઉજાગર કર્યું છે. બંને શાળાના શિક્ષકમિત્રોને માનનીય નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ ના હસ્તે પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે દાખવેલી જાગૃતિ, વિદ્યાર્થીઓમાં હરિત ચેતનાનું સંવર્ધન કરવા માટે અપનાવાયેલા નવીન અભિગમ અને સતત પ્રશંસનીય કામગીરી બદલ, જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા શાળાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા...
બહેજ શાળાના રમતવીરોનું જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવમાં સન્માન.
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના સુરખાઈ ખાતે જ્ઞાન કિરણ ભવનમાં બહેજ પ્રાથમિક શાળાના ત્રણ હોકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.
ગંગેશ્વરી માહલા, જેનીલ શિવમ અને પિયુષ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં ભાગ લઈ ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું. ત્રણેયને રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ અને જિલ્લા સમાહર્તા સુશ્રી ક્ષિપ્રા અગ્રેના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલાડીઓને બહેજ શાળાના ઉપશિક્ષક અને દોડવીર પ્રવીણભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું.
Comments
Post a Comment