તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત ખેરગામ, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના વતની અને કુકણા આદિજાતિના જાણીતા લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ મનુભાઈ વાઢુ ને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત **‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલા જનજાતિય ગરિમા ઉત્સવ-2026 અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આદિવાસી સમાજના લોકસાહિત્ય, લોકકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસાના સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ડાહ્યાભાઈ વાઢુ વર્ષોથી કુકણા આદિજાતિના ઇતિહાસ, લોકજીવન, લોકવાર્તાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંકલન અને દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા રચાયેલા ‘કુકણા કથાઓ’ , ‘કુકણા રામકથા’ અને ‘કનસરીની કથાઓ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોએ કુકણા સમાજની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને લોકસંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના સાહિત્યિક અને સંશોધનાત્મક કાર્યને કારણે કુકણા સમાજની...
Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું.
Navsari news: અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન યોજાયું.
આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય આંતલિયાની ટીમ દ્વારા ટ્રોપિકલ કંપનીના કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ પોસ્ટર પ્રદર્શન કરીને મતદાન જાગૃતિની શપથ લઇ મતદાતાઓને મતદાન માટે કટિબદ્ધ કરવામાં આવ્યા.#Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/Y0Obn7zFWv
— Collector & DM Navsari (@CollectorNav) April 12, 2024

Comments
Post a Comment