ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન: તોરણવેરા ખાતે સેવાયજ્ઞ તારીખ 2 જુલાઈ, 2025ના રોજ, બુધવારે, પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી, જેમાં તોરણવેરા, કાકડવેરી, પાટી, વડપાડા અને ધામધુમા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોના લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડીને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોને નીચે મુજબની સેવાઓ પ્રદાન કરવામાં આવી: આધાર કાર્ડ: નાગરિકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર કાર્ડની સુવિધા. રેશન કાર્ડ: ખાદ્ય સુરક્ષા માટે રેશન કાર્ડનું વિતરણ અને અપડેશન. જાતિના દાખલા: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જાતિના દાખલા. આયુષ્માન કાર્ડ: આરોગ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ. આરોગ્ય તપાસણી: ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસણી અને જરૂરી સલાહ. આ કાર્યક્રમે ગ્રામજનોને એક જ પ્લેટફોર્મ પર અનેક સેવાઓ પ્રાપ્ત કરવાની તક આપી, જેન...
Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.
Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી. મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે, જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી મીનેશભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી છે.