Skip to main content

તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત

    તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત ખેરગામ, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના વતની અને કુકણા આદિજાતિના જાણીતા લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ મનુભાઈ વાઢુ ને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત **‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલા જનજાતિય ગરિમા ઉત્સવ-2026 અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આદિવાસી સમાજના લોકસાહિત્ય, લોકકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસાના સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ડાહ્યાભાઈ વાઢુ વર્ષોથી કુકણા આદિજાતિના ઇતિહાસ, લોકજીવન, લોકવાર્તાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંકલન અને દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા રચાયેલા ‘કુકણા કથાઓ’ , ‘કુકણા રામકથા’ અને ‘કનસરીની કથાઓ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોએ કુકણા સમાજની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને લોકસંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના સાહિત્યિક અને સંશોધનાત્મક કાર્યને કારણે કુકણા સમાજની...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                     


Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બને છે.

વિદ્યાર્થીઓ સરળતાથી ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો સમજી શકે તે સંદર્ભથી આપે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ૪૨ એવાં રમકડાં બનાવ્યાં છે, જેનાથી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે તે આવકાર્ય છે. નકામી વસ્તુઓ એકત્ર કરી વિજ્ઞાનમાં દૃષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યૂટનના ગતિના નિયમો તેમજ ગણિતમાં છેદિકા અને સમાંતર રેખાના સૂત્રો સરળતાથી સમજાવવાનો આપનો પ્રયાસ સતુત્ય છે. જૂનાગઢ ખાતે યોજાયેલા સંશોધનાત્મક મેળામાં આપના બનાવેલ આ રમકડાં પ્રદર્શિત થયાં હતાં જે પૈકી ૧૫ રમકડાંને જીસીઈઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે તે પ્રશંસનીય છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે આપની સર્જનાત્મકતાના ઉપયોગ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળ અને રસપ્રદ બનાવતા રહો એવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હેમંતભાઈ પટેલને અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...