ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે.
- કોંગ્રેસે 5 બેઠક જીતી મજબૂત હાજરી નોંધાવી
- ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ 11-5નું જ સમીકરણ યથાવત
- નાંધઈ બેઠક પર પૂર્વેશ ખાંડાવાલાની સૌથી મોટી જીત (2005 મત)
- પાણીખડકમાં હંસા દેસાઈ 1870 મતથી વિજેતા
- વાડ-2માં ચેતન પટેલ 1225 મતથી જીત્યા
- બહેજ બેઠક પર કોંગ્રેસની રિમ્પલ પટેલ 1696 મતથી વિજયી
- પાટી બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે કબજે કરી
- આછવણી-2 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે જીતી
- જિલ્લા પંચાયતની બંને બેઠક પર ભાજપનો કબજો
- મોહિની પટેલ 2524 મતની લીડ સાથે વિજેતા
- હેતલ આહીર 1881 મતથી વિજયી
ખેરગામ, તા. 29 એપ્રિલ 2026: ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સાબિત કરતાં કુલ 16 બેઠકમાંથી 11 બેઠક પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસે 5 બેઠક જીતી મક્કમ પડકાર આપ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ બેઠકોનો આંકડો યથાવત રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે.
ભાજપ માટે નાંધઈ બેઠક સૌથી મોટી જીત બની રહી, જ્યાં પૂર્વેશ ખાંડાવાલાએ 2005 મત મેળવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. પાણીખડક બેઠક પર હંસા દેસાઈએ 1870 મત સાથે જીત મેળવી હતી, જ્યારે વાડ-2 બેઠક પર ચેતન પટેલ 1225 મત મેળવી વિજેતા બન્યા હતા. ખેરગામ વિસ્તારની પાંચ બેઠકોમાંથી ચાર બેઠક ભાજપે જીતી હતી, જે પક્ષની મજબૂત પકડ દર્શાવે છે. ડેબરપાડા અને જામનપાડા બેઠક પર પણ ભાજપે જીતનો ડંકો વગાડ્યો હતો.
કોંગ્રેસે પણ પાંચ બેઠક જીતી પોતાના અસ્તિત્વની મજબૂત નોંધણી કરાવી છે. બહેજ બેઠક પર રિમ્પલ પટેલે 1696 મત મેળવી નોંધપાત્ર જીત મેળવી હતી. આછવણી-1 બેઠક પર ગીરીશ પટેલ, ખેરગામ-5 બેઠક પર રાજન પટેલ, પાટી બેઠક પર કમળા માહલા અને વાડ-1 બેઠક પર દિગેશ પટેલ વિજેતા બન્યા હતા.
આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર સત્તા પરિવર્તન નોંધાયું છે. પાટી બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે કબજે કરી હતી, જ્યારે આછવણી-2 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે પોતાના પક્ષે ફેરવી હતી. વાડ-1 બેઠક પણ ભાજપ પાસેથી કોંગ્રેસે જીત મેળવી હતી.
જિલ્લા પંચાયતની બંને બેઠકો પર પણ ભાજપે વિજય મેળવ્યો હતો. ખેરગામ જિલ્લા પંચાયત બેઠક પર મોહિની પટેલે 2524 મતની લીડ સાથે જીત મેળવી હતી, જ્યારે આછવણી બેઠક પર હેતલ આહીર 1881 મતથી વિજેતા બન્યા હતા.
ખેરગામ તાલુકાની જનતાએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે કોંગ્રેસે પણ મજબૂત વિરોધ પક્ષ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
Khergam Election, Khergam Taluka Panchayat, Gujarat Election 2026, BJP Victory, Congress Performance, Navsari Politics, Local Body Election, Panchayat Result, Khergam News, Gujarat Politics
#KhergamElection #TalukaPanchayat #GujaratElection2026 #BJPVictory #Congress #NavsariNews #LocalElection #PanchayatResults #KhergamNews #GujaratPolitics

Comments
Post a Comment