GRPSS GANDHINAGAR દ્વારા શિક્ષકોના હિત મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી સમક્ષ ત્રણ અગત્યની રજૂઆતો
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી, ગાંધીનગર સમક્ષ શિક્ષકોના હિત સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
પ્રથમ રજૂઆતમાં કર્મયોગી પોર્ટલ પર શિક્ષકોને પડતી વિવિધ ટેક્નિકલ અને વહીવટી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકો વેકેશનલ કર્મચારી હોવા છતાં LTC, NOC, વિદેશ પ્રવાસ, સ્થાનિક રજાઓ સહિતની પ્રક્રિયામાં પોર્ટલ પર યોગ્ય વિકલ્પો ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આથી જરૂરી સુધારા કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
બીજી રજૂઆતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે સ્થગિત રાખવામાં આવેલ જિલ્લાફેર બદલી કેમ્પોની નવી તારીખો તાત્કાલિક જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થતાં હવે બદલી પ્રક્રિયા ફરી શરૂ કરવી જરૂરી હોવાનું સંઘે જણાવ્યું છે.
ત્રીજી રજૂઆતમાં વડોદરા જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વર્ષ ૨૦૦૪ વિદ્યાસહાયક ભરતી અંતર્ગત વર્ષ ૨૦૦૫માં નિમણૂંક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના (OPS)માં સામેલ કરવા ચેકલિસ્ટ-૨ મુજબ કેમ્પોની તારીખ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં કોર્ટ કેસને કારણે વિલંબ થયેલ હોવાથી આવા શિક્ષકોને ન્યાય મળવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષક સંઘે શિક્ષકોના હિતમાં ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર તાત્કાલિક સકારાત્મક નિર્ણય લેવા સરકારશ્રી સમક્ષ માંગણી કરી છે.



Comments
Post a Comment