Skip to main content

મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

   મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. તા. 25/06/2026ના રોજ ચીખલી તાલુકાની મલિયાધરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર.એન. વાડલે (PSI, ચીખલી), જિલ્લા પંચાયત નવસારીના સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી વૈભવભાઈ બારોટ તેમજ ગામના આગેવાનો, વડીલો, એસએમસીના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન શ્રી આર.એન. વાડલેએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સર્વાંગી વિકાસ સાધવા પ્રોત્સાહિત...

મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

   મલિયાધરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

તા. 25/06/2026ના રોજ ચીખલી તાલુકાની મલિયાધરા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી આર.એન. વાડલે (PSI, ચીખલી), જિલ્લા પંચાયત નવસારીના સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, માજી તાલુકા પંચાયતના સભ્ય શ્રી વૈભવભાઈ બારોટ તેમજ ગામના આગેવાનો, વડીલો, એસએમસીના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.


મુખ્ય મહેમાન શ્રી આર.એન. વાડલેએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા તેમજ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા. જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી અમિતાબેન પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી સર્વાંગી વિકાસ સાધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમના હસ્તે ધોરણ 6થી 8ના આશરે 200 વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો.


અંતમાં મલિયાધરા પ્રાથમિક શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બનેલા તમામ મહાનુભાવો, વાલીઓ, ગ્રામજનો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...