Skip to main content

શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ

        શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...

શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.

    શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ : ત્રણ શાળાઓમાં ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ.



નવસારી, તા. 23: ગુજરાત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લાની A+++ ગ્રેડ ધરાવતી પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા ખાતે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સચિવાલય ગાંધીનગરના આઈએએસ અધિકારી શ્રીમતી આદ્રા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી આદ્રા અગ્રવાલે પીએમશ્રી સિસોદ્રા ગણેશવડ કન્યાશાળા, રમણ બ્રધર્સ વિદ્યાલય અને જામલાપોર કન્યા શાળા એમ ત્રણ શાળાઓમાં કુલ ૩૨૫થી વધુ વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કર્યું હતું.


આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધી દેશના દરેક બાળકને ધોરણ-૧૨ સુધીનું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. “ઝીરો ડ્રોપ-આઉટ”ના લક્ષ્યને હાંસલ કરવા શિક્ષણ વિભાગ સતત પ્રયાસશીલ છે.


પ્રવેશોત્સવ દરમિયાન બાળવાડી (બાલવાટિકા)થી લઈને ધોરણ-૧૧ સુધીના વિદ્યાર્થીઓને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. સિસોદ્રા ગણેશવડ કન્યાશાળામાં આંગણવાડીના ૭, બાલવાટિકાના ૩૦ અને ધોરણ-૧ના ૩૩ નવપ્રવેશી વિદ્યાર્થીઓને કંકુ તિલક, મોં મીઠું કરાવી તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ ૨થી ૮ના વિદ્યાર્થીઓને પણ નવા પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના હાથે તૈયાર કરેલા હેન્ડમેડ ગ્રીટિંગ કાર્ડ્સ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સર્જનાત્મકતાની પ્રશંસા કરતાં શ્રીમતી આદ્રા અગ્રવાલે શિક્ષકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.


આ અવસરે નાયબ કલેક્ટર શ્રી શિવરાજસિંહ ખુમાણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Comments

Popular posts from this blog

Gujarat IAS Transfers & Postings — 13 May 2026

  Gujarat IAS Transfers & Postings — 13 May 2026 The Government of Gujarat issued a major IAS reshuffle affecting collectors, municipal commissioners, development officers, and departmental heads across the state. Key Senior-Level Appointments Officer New Posting D.N. Modi Development Commissioner, Gandhinagar Anand Babulal Patel Commissioner of Schools, Gandhinagar Sujeet Kumar Special Commissioner of State Tax, Ahmedabad Ajay Prakash MD, GETCO Sourabh Zamsingh Pardhi Director, Civil Supplies Gaurangbhai H. Makwana Director, GEDA Sanjay K. Modi Executive Director, GSTDREIS Kshipra Suryakantarao Agre Commissioner, MSME Yogesh Babanrao Nirgude Additional Development Commissioner New Collectors Appointed District New Collector Ahmedabad Bhavya Verma Surat Tejas Dilipbhai Parmar Kutch Anilkumar Ramjibhai Ranavasiya Junagadh Yogesh Choudhary Navsari Manish Gurwani Bharuch Navnath Kondiba Gavhane Val...

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા(ખેરગામ) ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવાયો.

 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળા(ખેરગામ) ખાતે શાળા સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ 18-10-2024નાં દિને આ શાળાનો 41મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. આ શાળાની સ્થાપના તારીખ 18-10-2024નાં દિને સ્વ.રમણભાઈ દેવજીભાઈ પટેલ(પૂર્વ સરપંચ) ના હસ્તે થઈ હતી. આજના દિને તેમને અચૂક યાદ કરવા પડે કારણ કે આ ફળિયાનાં બાળકોને અવાવરું પગદંડી રસ્તે વેણ ફળીયા પ્રાથમિક શાળામાં જવું પડતું હતું.જે તેમના ધ્યાને આવતા તેમણે વેણ ફળિયામાં જ (પહાડ ફળીયા પ્રાથમિક શાળા નામે) બીજી વર્ગ શાળા શરૂ કરાવી હતી. આજે આ શાળામાં 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને ત્રણ શિક્ષકોનું મહેકમ છે.જેમાં મુખ્ય શિક્ષક તરીકે બબીતાબેન પટેલ સહિત ધર્મેશભાઈ પટેલ અને નીલમબેન પટેલ ફરજ બજાવે છે.  View this post on Instagram A post shared by @khergam_news_updates  શાળા સ્થાપના દિવસની ઉજવણીમાં એસએમસી અધ્યક્ષ શ્રીમતી શીતલબેન પટેલના હસ્તે કેક કાપી  કરવામાં આવી હતી. જેમાં વેણ ફળિયાનાં નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બી.પટેલ, નિવૃત્ત કેન્દ્ર શિક્ષકશ્રી જેસિંગભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ,વેણ ફળી...

Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા

           Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા  નવસારી,તા.૧૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બહારથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.  આજરોજ વાંસદા તાલુકાના મનપુર ગામે ખેડૂતશ્રી નાનુભાઇ ગાવિંતના મોડલ ફાર્મ ખાતે ખેડૂત બહેનો-૩૦ અને ભાઈઓ-૫૨, નવસારી તાલુકાના મોગાર ગામે ૫૧ ખેડૂત બહેનો, ચીખલી તાલુકાના બામણવાડા ગામ ખાતે ખેડૂતશ્રી ગમનભાઇ દેવજીભાઇના મોડલફાર્મ ખાતે ખેડૂત બહેનો-૫૭ અને ભાઈઓ-૦૭, ગણદેવી તાલુકાના વડસાગળ ગામે નરેશભાઈ એલ પટેલના મોડલ ફાર્મ ખાતે ૪૩ ખેડૂત બહેનો, ખેરગામ...