Skip to main content

Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું.

 Khergam : ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી ગામે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું. નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકાના ગૌરી ગામે 13 નવેમ્બર 2024ના બુધવારે પૂર્વ કેબિનેટ મંત્રી અને ગણદેવી વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ગૌરી પ્રાથમિક શાળાના નવા મકાનના બાંધકામના ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પધારેલ મહાનુભાવોના ઉપસ્થિતિમાં આ વિધિ ઉજવાઈ હતી. શ્રી નરેશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગામના બાળકોને વધુ સારી અને સુવિધાસભર શૈક્ષણિક માળખું મળે તે માટે શાળાના નવા મકાનનું નિર્માણ કરાયું છે. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ,ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભીખુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચુનીભાઈ, જિલ્લા પંચાયત સભ્ય અને આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, તાલુકા સભ્ય શ્રી હિરલભાઈ, તેમજ પાણીખડકના સરપંચ શ્રી અશ્વિનભાઈ, તોરણવેરાના સરપંચ શ્રી સુનિલભાઈ, ડેબરપાડાના સરપંચ શ્રી અશ્વિનભાઈ, જામનપાડાના કરશનભાઈ, આછવણીના રમણભાઈ, ડૉ.

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.

 ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે.

એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ પ્રસંગે તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયા, કુકણા સમાજ વિકાસ મંડળના માજી પ્રમુખો, માજી મંત્રીઓ અને કારોબારી સભ્યો અને સ્થાનિક હાઈસ્કુલના આચાર્યઓ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.



Comments

Popular posts from this blog

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

 Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોના નિકાલ અને સે

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

                    Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ. ચીખલી ગણદેવી નગર બીલીમોરા સહિત તાલુકામાં વસતા મહારાષ્ટ્રીઅન સમાજે આજે ચૈત્ર માસના પ્રથમ દિવસે મંગળવારે ગૂડીપડવો, નવાવર્ષ ની ઉજવણી કરી હતી. ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરના મુખ્ય દ્વાર સામે એક વાંસની લાકડીમાં ઉલટો કળશ મૂકી, ધજા ચઢાવી તેની પૂજા કરે છે. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળખી અને લાલ ફૂલોનો હાર બાંધે છે. તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવામાં આવે છે. નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે ગુડી પડવા તહેવાર એ હિંદુઓ અને મરાઠાઓના આશીર્વાદિત પ્રસંગોમાંનો એક છે. સંવસર પડવો તરીકે પણ ઓળખાય છે, આ તહેવાર પરંપરાગત નવા વર્ષ અને કૃષિ રવિ સિઝનના અંતને ચિહ્નિત કરે છે. ગુડી પડવો એ છે જ્યારે ભગવાન બ્રહ્માએ દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોની વિભાવનાઓ સાથે બ્રહ્માંડની રચના કરી હતી. ગુડી પડવા તહેવાર, હિન્દુ પૌરાણિક કથાઓમાં, તે દિવસે પણ ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન રામને 14 વર્ષ પછી અયોધ્યાથી પાછા ફર્યા અને રાજા રાવણ પર તેમની જીત પછી તેમનો તાજ પ્રાપ્ત થ

સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ :

સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯ : સને ૨૦૩૦ના વર્ષમાં ગુજરાત રાજ્ય વિધુત માટેનું હબ બને, તેમજ ઓછા ખર્ચમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને વીજળીની સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે કામ કરવાના ઉદ્દેશથી ગુજરાત વિધુત પ્રવહન વિભાગ તેમજ જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાતનાં કારણે જેટકો જેવી કંપની આવી, અને તેઓ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને વિદ્યુત સેવાઓ પુરી પાડી રહી છે. તેમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું. ગુજરાતનાં લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી મોદીએ સૌ પ્રથમ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. તેમજ હાલમાં સરકાર દ્વારા વીજળી ખર્ચ ઓછો કરવા માટે સોલાર પોલિસી અમલી બનાવવામાં આવી