Skip to main content

🎉 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

         🎉 ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ  #HappyBirthday #DivyeshKumarChauhan #KhergamTaluka #PrimaryTeachersUnion #KTPSS #KhergamNews 

News updates : કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

   News updates : કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.


કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનના લોકાર્પણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્યશ્રી નવસારી શ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય મહેમાનશ્રી અજયભાઈ દેસાઈ, અધ્યક્ષશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી ઉપસ્થિત રહ્યા હતા.


 કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ફુલચંદભાઈ ભક્તાણી, શ્રી હેમંતસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), શ્રી વિશાલસિંહ રાઠોડ (પ્રમુખશ્રી, નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી) તથા શ્રી વિજયભાઈ પટેલ (મહામંત્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી પરેશભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી અમીષાબેન મોદી, શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિરણભાઈ દેસાઈ તેમજ દાતા શ્રી નગીનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી અકબરભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રશિક્ષકશ્રીઓ (CRC), નવસારી તાલુકાની જુદી જુદી શાળાના મુખ્ય શિક્ષકો અને શિક્ષકો, કાલિયાવાડી શાળાના શિક્ષકો, ગ્રામજનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા શાળાને નવી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.





























Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા

  નવસારી જિલ્લા કલા મહાકુંભમાં ખેરગામના સોહમ પટેલની ચમકતી સફળતા ખેરગામ |25 ઑગસ્ટ 2025  તાજેતરમાં, ૨૨-૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ નવસારી જિલ્લામાં યોજાયેલા જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં એક નાના વિદ્યાર્થીએ પોતાની કલાના જોરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કાર્યક્રમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સ્થળ હતું સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કુલ, એરુ, નવસારી. આ કલા મહાકુંભમાં કુલ ૨૩ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ કલાઓ જેમ કે સંગીત, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. પરંતુ જે વાત આજે મારા બ્લોગમાં વિશેષ છે તે છે ખેરગામ તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા પાટીના વિદ્યાર્થી સોહમ પટેલની સિદ્ધિ. સોહમે હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને શાળા અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ એક નાની ઉંમરમાં મોટી સફળતા છે જે બતાવે છે કે કલા અને સંગીતમાં કોઈ વયની મર્યાદા નથી. શાળાના આચાર્યશ્રી કિરીટભાઈ સોલંકી અને આખા શાળા પરિવારે સોહમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ...