Skip to main content

ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી.

   ખાખરી ફળિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની ખાખરી ફળિયા પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2026' અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીશ્રી કે. એમ. પટેલ સાહેબ, લાયઝન અધિકારીશ્રી ટીનાબેન પટેલ તથા સી.આર.સી. વૈશાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકાનાં નાનાં ભૂલકાંને શાળામાં પ્રવેશ અપાવી તેમનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેમજ 100 ટકા વાર્ષિક હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓએ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્યશ્રી મનોજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આ...

રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.

   રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો.


ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની રૂઝવણી મુખ્ય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026નો કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં ઉત્સાહભેર યોજાયો.

કાર્યક્રમ દરમિયાન આંગણવાડી અને બાલવાટિકાના નાનાં ભૂલકાઓનું તિલક કરીને તથા શૈક્ષણિક કિટ આપી હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમજ CET, NMMS અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેમજ 100 ટકા હાજરી નોંધાવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું.


આ પ્રસંગે યોજાયેલી શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની બેઠકમાં શાળાના સર્વાંગી વિકાસ, શાળા વિકાસ આયોજન અને આગામી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.


પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણે ગામજનો અને વાલીઓને શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવી બાળકોને નિયમિત શિક્ષણ સાથે જોડવા અપીલ કરી.


આ કાર્યકમમાં લાયઝન અધિકારી શ્રી જીગરભાઈ પટેલ, ગામના આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ શિક્ષકો, વાલીઓ, ગામજનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...