ચીખલી તાલુકાની અંબાચ શાળાથી MBBS સુધીની સફર: તન્મય પટેલ બન્યો ડૉક્ટર ચીખલી તાલુકાના કાકડવેલ ગામના વતની આદિવાસી શિક્ષક દંપતીનો પુત્ર ડૉક્ટર બની સમાજ માટે ગૌરવનું પ્રતિક બન્યો છે. અંબાચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દંપતી શ્રી ઈશ્વરભાઈ પટેલ અને શ્રીમતી સરસ્વતીબેન પટેલના મોટા પુત્ર તન્મય પટેલે પોતાની મહેનત અને લગનના બળ પર ડૉક્ટર બની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ડૉ. તન્મય પટેલે ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ અંબાચ પ્રાથમિક શાળામાં જ પ્રાપ્ત કર્યું હતું. હાલ આ જ શાળાની બે દીકરીઓ પણ MBBS અભ્યાસ કરી રહી છે, જે સરકારી શાળાઓ પ્રત્યે વિશ્વાસ વધારતું ઉત્તમ ઉદાહરણ છે. આજે તા. 17 એપ્રિલ, 2026ના રોજ GMERS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા ખાતે યોજાયેલા ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહમાં ડૉ. તન્મય ઈશ્વરભાઈ પટેલે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS) ની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે તેમણે હિપ્પોક્રેટિક શપથ લઈને માનવસેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. દર્દીઓના આરોગ્ય અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી, ગોપનીયતા જાળવવી અને કોઈપણ ભેદભાવ વિના નિષ્ઠાપૂર્વક સેવા...
News updates : કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. કાલિયાવાડી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનના લોકાર્પણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્યશ્રી નવસારી શ્રી રાકેશભાઈ દેસાઈ તેમજ મુખ્ય મહેમાનશ્રી અજયભાઈ દેસાઈ, અધ્યક્ષશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ફુલચંદભાઈ ભક્તાણી, શ્રી હેમંતસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ), શ્રી વિશાલસિંહ રાઠોડ (પ્રમુખશ્રી, નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળી) તથા શ્રી વિજયભાઈ પટેલ (મહામંત્રી, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ) અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી પરેશભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી અમીષાબેન મોદી, શ્રી મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિરણભાઈ દેસાઈ તેમજ દાતા શ્રી નગીનભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી અકબરભાઈ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેન્દ્રશિક્ષકશ્રીઓ ...