શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ
Rajkot|Paddhari |Lodhika|Dhoraji| Jam Kandorna|Upleta|Jetpur|Kotda Sangani| Jasdan|Vinchhiya and Gondal latest news:રાજકોટ ખાતે પ્રદેશ કક્ષાની 'આપદા મિત્ર' રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હ...

Comments
Post a Comment