Skip to main content

દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ

   દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ ખેરગામ, તા. 17 જૂન 2026: શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે. કોઈ પણ વિદ્યાર્થી આર્થિક સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી દિનેશભાઈના સહયોગથી શાળાના તમામ ૨૩૫ વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. દાતાશ્રીના આ સેવાકીય યોગદાનને શાળા પરિવાર, વાલીઓ તેમજ ગ્રામજનોએ હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઈ, દત્ત આશ્રમના સંચાલક આદિત્યભાઈ, કુમારી ખુશી તેમજ અન્ય આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા તેમજ શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. શાળા પરિવાર દ્વારા દાતાશ્રી દિનેશભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પ...

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

                     આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે-મનપુર,તા.વાંસદામાં ઘૈરૈયા નૃત્ય અને સ્થાનિક ભાષામાં કઠપૂતળી નાટક દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા તેમજ મતદારોને મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.#Election2024 #ElectionAwareness #VotingRights #IVote4Sure #AVSAR2024 pic.twitter.com/zdu1DkjObO

  

Vansda news : નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરાયા.

તાજેતરમાં નવસારી જિલ્લા તથા 26 વલસાડ (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ ઉપરાંત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વાંસદા સહિત ઉચ્ચ અધિકારી કર્મચારીઓની ઉપસ્થીતી અને માર્ગદર્શન હેઠળ ખાસ કરીને આદિમ જૂથના લોકોના વિસ્તારોમાં મતદાર જાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં ગામ અનુસાર આદિમ જૂથની સ્થાનિક ભાષામાં કઠપૂતળીના કાર્યક્રમ દ્વારા 'રંગલા-રંગલી'ના પાત્રો દ્વારા આગામી તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. જેને સ્થાનિક નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીને વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે તમામ હાજર વ્યક્તિઓને મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રંગલારંગલીના રમુજી પાત્રોથી સ્થાનિક ગ્રામજનોને મનોરંજનના માધ્યમ થકી મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.



Comments