Skip to main content

શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ

        શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

  Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો 


 વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી 

ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે 

----  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ 

વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.    


ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સમજ સ્પષ્ટ બને છે. આ જ વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, મતદાતાઓ છે, એમના માટે આ પ્રક્રિયા સમજવી જરૂરી છે એ હેતુથી અમારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આબેહૂબ મત કુટીર ઊભી કરવામાં આવી હતી. પોલીસ, હોમગાર્ડ, બીએલઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ સ્ટાફથી લઈ મતદાનની તમામ પ્રક્રિયા આબેહૂબ ચૂંટણીની જેમ ગોઠવી આ તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્વે ઉમેદવારો જેમ પ્રચાર પ્રસાર કરતા હોય એમ વિદ્યાર્થી નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો. ચૂંટણી પૂર્વે જાહેરનામુ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સહિતની તમામ પ્રક્રિયા આટોપાઈ હતી. 

   આચાર્યા ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, આજની બાળ સંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે, સંપૂર્ણ પ્રક્રિયા વોટીંગ મશીન એપ.ના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં બેલેટ આપવા માટે, મત આપવા માટે તેમજ ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળ સાંસદ ચૂંટણીના આયોજક મીરાબેન, દિપાલીબેન અને હાર્દિકભાઈએ ચૂંટણી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષકો મળી કુલ ૨૧૨ એ મતદાન કર્યુ હતું. શાળા પરિવાર અને અને વિદ્યાર્થીઓના સહકારથી બાળ સંસદની ચૂંટણી પૂર્ણ થતા ૭૨ મત સાથે ઉર્વિશ પટેલને વિજેતા જાહેર કરી મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૧ મત મેળવનાર રિધ્ધિ ભોયાને ઉપમંત્રી તરીકે જાહેર કરાતા શાળાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલે અભિનંદન આપ્યા હતા. 

Comments

Popular posts from this blog

Gujarat IAS Transfers & Postings — 13 May 2026

  Gujarat IAS Transfers & Postings — 13 May 2026 The Government of Gujarat issued a major IAS reshuffle affecting collectors, municipal commissioners, development officers, and departmental heads across the state. Key Senior-Level Appointments Officer New Posting D.N. Modi Development Commissioner, Gandhinagar Anand Babulal Patel Commissioner of Schools, Gandhinagar Sujeet Kumar Special Commissioner of State Tax, Ahmedabad Ajay Prakash MD, GETCO Sourabh Zamsingh Pardhi Director, Civil Supplies Gaurangbhai H. Makwana Director, GEDA Sanjay K. Modi Executive Director, GSTDREIS Kshipra Suryakantarao Agre Commissioner, MSME Yogesh Babanrao Nirgude Additional Development Commissioner New Collectors Appointed District New Collector Ahmedabad Bhavya Verma Surat Tejas Dilipbhai Parmar Kutch Anilkumar Ramjibhai Ranavasiya Junagadh Yogesh Choudhary Navsari Manish Gurwani Bharuch Navnath Kondiba Gavhane Val...

જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને લક્ષને તેના ...

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો.

વિદાય સન્માન સમારંભ: ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : 19-10-2024નાં દિને ખેરગામના ભસ્તા ફળીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી હર્ષદભાઈ છગનભાઈ પટેલનો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. ચીખલી તાલુકાનાં ગોડથલ ગામનાં છગનભાઈ પટેલના પાંચ સંતાનોમાં ત્રણ ભાઈ અને બે બહેનોમાં હર્ષદભાઈ પટેલ સૌથી મોટા. તેમનો જન્મ 18મી ઓક્ટોબર 1966નાં દિને ચીખલી તાલુકાના ગોડાથલ ગામમાં થયો હતો. તેમણે 1થી4નું પ્રાથમિક શિક્ષણ  ગોડથલ પ્રાથમિક શાળામાં અને 5થી7નું શિક્ષણ અગાસી બુનિયાદી શાળામાં મેળવ્યું હતું. જ્યારે 8થી10નું માઘ્યમિક શિક્ષણ ગ્રામ ભારતી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં મેળવ્યું અને વનસેવા વિદ્યાલય બિલપુડી તા. ધરમપુર જિ.વલસાડમાં ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ 1995માં રાજકોટની બાળટ્ન‌ વિદ્યાલયમાં પીટીસી પૂર્ણ કર્યું. તેમની પ્રથમ નિમણૂક રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની નાની લાખાવડ પ્રાથમિક શાળામાં થઈ હતી.ત્યાં તેમણે 8 વર્ષ સેવા બજાવી હતી ત્યારબાદ તેઓ તાલુકા ફેરબદલીમાં ચાવંડી પે સેન્ટરમાં 4 વર્ષ સેવા બજાવી તારીખ 13-06-2003નાં દિને જિલ્લા ફેરબદલીમા નવસારી જિલ્લાના ખે...