Skip to main content

Posts

Showing posts from November, 2025

મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો.

  મીયાંઝરી પ્રાથમિક શાળા: ઉપશિક્ષક શ્રી નરેશકુમાર મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મીયાંઝરી પ્રાથમિક શાળામાંથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ઉપશિક્ષક શ્રી નરેશકુમાર લાલજીભાઈ મહાકાળના નિવૃત્તિ સન્માન સમારંભ ગ્રામ પંચાયત મીયાંઝરીની સરપંચ શ્રીમતિ લીલાબેન અમરતભાઈ ગાંવીતના પ્રમુખપણામાં આયોજિત થયો હતો. શ્રી નરેશભાઈ લાલજીભાઈ મહાકાળે તા. ૩૧/૧૦/૨૦૨૫ના રોજ ૨૦ વર્ષની અવિરત સેવા પૂર્ણ કરી. તેમણે શાળામાં પ્રવાસ, પર્યટન અને વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિષયોમાં રુચિ જગાવી, વિદ્યાર્થીઓ અને ગામજનો વચ્ચે વિરવાસનું સંપાદન કર્યું. વળી, ૨૦ વર્ષથી BLO (બુથ લેવલ ઓફિસર) તરીકે પણ નિષ્ઠાથી કાર્ય કર્યું છે. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી રવિભાઈ પટેલ, ખજાનચીશ્રી ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી રાજેશભાઈ પટેલ સહિત શિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ...

આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન

     આંતલિયામાં યોજાયું જિલ્લાના બાળ વૈજ્ઞાનિક પ્રતિભાનું પ્રદર્શન નવસારી, 27 નવેમ્બર 2025 જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – નવસારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અસ્પી કન્યા વિદ્યાલય, આંતલિયા ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025–26 ઉત્સાહપૂર્ણ રીતે યોજાયું. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવીનતા પ્રત્યે રસજાગૃતિ અને સર્જનાત્મકતા વિકસાવવા તેમજ પ્રયોગાત્મક અભ્યાસને પ્રોત્સાહિત કરવાનો રહ્યો. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલો, પ્રયોગો અને પ્રેઝન્ટેશન્સ દ્વારા પોતાની પ્રતિભા ઉજાગર કરી. આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્રભાઈ પટેલ તથા ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ સહિતના હોદ્દેદારોએ વિવિધ શાળાઓની કૃતિઓની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને હર્ષભેર પ્રોત્સાહિત કર્યા. નવસારી જિલ્લાના ઉંડાચ વાણિયા ફળિયા, માછીયાવાસણ, ભાટ, અં...

ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું.

 ખેરગામ તાલુકામાં બી આર સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે યોજાયું. ખેરગામ તાલુકામાં બી.આર.સી. કક્ષાનું  બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26  તા.  19/11/2025 ના રોજ સવારે  10:30 કલાકે  આછવણીના બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્દઘાટન માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી  શ્રી રાજેશભાઈ આર. પટેલ  તથા માનનીય જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી  શ્રી પરેશભાઈ બી. દેસાઈ ના વરદહસ્તે કરવામાં આવ્યું. આછવણીના સરપંચશ્રી  શ્રીમતિ વિરલાબેન આર. પટેલ,  ખેરગામ તાલુકાના અગ્રણી આગેવાનશ્રી ચુનિલાલ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, નવસારી શૈક્ષિક સંઘના હોદ્દેદારો તથા  ડો. વાય. કે. પટેલ  (પ્રાચર્યશ્રી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી તથા લેકચરર મનીષભાઈ )  વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રદર્શનમાં વિવિધ CRC કેન્દ્રોની કુલ  પાંચ વિજેતાકૃતિઓ  મુખ્ય આકર્ષણ બની: ખેરગામ CRC — વાડ ઉતાર પ્રાથમિક શાળા વિષય:  ટકાઉ ખેતી કૃતિ:  “ચાલોને...

વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન.

 વલસાડ ખાતે સરપંચ સન્માન સમારોહમાં ખેરગામનાં  સરપંચશ્રી ઝરણાબેન પટેલને વિશેષ સન્માન. પ્રેસ દિવસના અવસરે વલસાડ જિલ્લામાં ભવ્ય  સરપંચ સન્માન સમારોહ  યોજાયો હતો. પારડી સ્થિત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કામગીરી દ્વારા ગામોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર કુલ  ૬૧ સરપંચશ્રીઓનું સન્માન  કરવામાં આવ્યું. આ સન્માન રાજ્યના નાણા અને શહેરી વિકાસ મંત્રી  શ્રી કનુભાઈ દેસાઈ ના કરકમલેથી કરાયું હતું. કાર્યક્રમમાં માનનીય મહાનુભાવો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સરપંચમંડળ, ગ્રામજનો અને પ્રેસ પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે  ખેરગામ ગામના મહિલા સરપંચશ્રી ઝરણાબેન પટેલનું  પણ ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમની ગામ વિકાસ માટેની દ્રઢ પ્રતિબદ્ધતા, લોકભાગીદારી દ્વારા વિકાસ કાર્યોને ગતિ આપવાનો પ્રયત્ન અને સ્વચ્છતા, આરોગ્ય, પાણી પુરવઠો તેમજ મહિલા સશક્તિકરણ તરફના પ્રયાસોની વિશેષ નોંધ લેવાઈ હતી. શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના આશીર્વચન દરમ્યાન પ્રેસ દિવસના મહત્વને ઉ...

ગ્રામ્ય પ્રતિભાનો ઉદય – તોરણવેરા શાળાના ધ્રુવ અને વંશનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

    ગ્રામ્ય પ્રતિભાનો ઉદય – તોરણવેરા શાળાના ધ્રુવ અને વંશનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ  ધ્રુવ અનિલભાઈ ગરાસિયા  અને  વંશ   વિમલભાઈ ભોયા એ ખેલ મહાકુંભ–૨૦૨૫ની તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજ્ય સરકારના રમતગમત પ્રોત્સાહન કાર્યક્રમ હેઠળ દર વર્ષે યોજાતી આ સ્પર્ધા ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે પ્રતિભા દર્શાવવાનો અનમોલ અવસર પુરો પાડે છે. ગત ૯  નવેમ્બર ના રોજ  ચીમનપાડા  ખાતે યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં ધોરણ–૮ના ધ્રુવ ગરાસિયાએ  લાંબી કૂદમાં પ્રથમ ક્રમ  મેળવ્યો હતો, જ્યારે વંશ ભોયા ધોરણ - ૨ એ  ૩૦ મીટર દોડમાં દ્વિતીય સ્થાન  હાંસલ કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ અવિરત મહેનત, યોગ્ય તાલીમ અને આત્મવિશ્વાસના બળ પર શાળાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. શાળાના મુખ્ય શિક્ષકશ્રી તથા શિક્ષકમંડળ સાથે સાથે તોરણવેરા ગામના સરપંચશ્રીએ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને આગામી  જિલ્લા કક્ષાની સ્પર્ધા  માટે શુભેચ્...

નવસારીના હિતેન પટેલની રાષ્ટ્રીય લીડરશીપ તાલીમ માટે પસંદગી

 નવસારીના હિતેન પટેલની રાષ્ટ્રીય લીડરશીપ તાલીમ માટે પસંદગી નવસારી જિલ્લાના મહુડી ગામના સરપંચ હિતેન મહેશભાઈ પટેલની રાષ્ટ્રીય સ્તરે પસંદગી ‘ઇન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રેસી’ દ્વારા આયોજિત 15થી 23 નવેમ્બર સુધી આસામમાં યોજાનાર વિશેષ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે થઈ છે. સમગ્ર ભારતમાંથી માત્ર 40 યુવા નેતાઓ પસંદ થયા છે, જેમાં ગુજરાતમાંથી હિતેન પટેલ અને માંડવીની મિત્તલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ લોકશાહી નેતૃત્વ મજબૂત કરવા, શીખવા અને વિકાસ માટે છે. હિતેનભાઈએ જણાવ્યું કે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ મહુડી-પુણી-ભુનવાડીના વિકાસ માટે કરશે અને અન્ય યુવાનોમાં નેતૃત્વની ભાવના જાગૃત કરશે.

બહેજ શાળાના રમતવીરોનું જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવમાં સન્માન.

  બહેજ શાળાના રમતવીરોનું જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવમાં સન્માન. ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લાના સુરખાઈ ખાતે જ્ઞાન કિરણ ભવનમાં બહેજ પ્રાથમિક શાળાના ત્રણ હોકી ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.  ગંગેશ્વરી માહલા, જેનીલ શિવમ અને પિયુષ પટેલે રાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં ભાગ લઈ ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું. ત્રણેયને રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ અને જિલ્લા સમાહર્તા સુશ્રી ક્ષિપ્રા અગ્રેના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. ખેલાડીઓને બહેજ શાળાના ઉપશિક્ષક અને દોડવીર પ્રવીણભાઈ પટેલે માર્ગદર્શન આપ્યું.

નવસારીમાં પુસ્તક મેળો: બાળસાહિત્યથી આધુનિક વિચારો સુધીનું પુસ્તકવિશ્વ

   નવસારીમાં પુસ્તક મેળો: બાળસાહિત્યથી આધુનિક વિચારો સુધીનું પુસ્તકવિશ્વ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્ઞાન, વાંચન અને પુસ્તકપ્રેમની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર “પુસ્તક મેળો 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મેળાનું લોકાર્પણ દિનદયાળ ઉપાધ્યાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુંસીકુઇ ખાતે ધારાસભ્યશ્રી તથા મ્યુનિસિપલ કમિશનરશ્રીના વરદહસ્તે થયું.  ૭ થી ૧૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મેળો જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ પ્રકાશકો, લેખકો, શૈક્ષણિક સંસ્થાઓ અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ વિષયોના પુસ્તકોનું પ્રદર્શન તથા વેચાણ યોજાયું છે. ધારાસભ્યશ્રીએ વાંચનને જ્ઞાનનો મૂળ સ્ત્રોત ગણાવ્યો અને બુદ્ધિપ્રધાન વાતાવરણ નિર્માણમાં આવા કાર્યક્રમોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી.  કમિશનરશ્રીએ પુસ્તકોને વ્યક્તિત્વ ઘડવાની શક્તિ ગણાવી અને નવી પેઢીમાં વાંચનની ટેવ વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી. નાગરિકો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓની ઉત્સાહી હાજરી વચ્ચે મેળામાં બાળ સાહિત્યથી લઈને આધુનિક વિચારસરણી સુધીના પુસ્તકો ઉપલબ્ધ રહ્યા, જેના કારણે વાંચનપ્રેમીઓમાં ઉત્સાહન...