Skip to main content

તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત

    તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત ખેરગામ, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના વતની અને કુકણા આદિજાતિના જાણીતા લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ મનુભાઈ વાઢુ ને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત **‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલા જનજાતિય ગરિમા ઉત્સવ-2026 અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આદિવાસી સમાજના લોકસાહિત્ય, લોકકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસાના સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ડાહ્યાભાઈ વાઢુ વર્ષોથી કુકણા આદિજાતિના ઇતિહાસ, લોકજીવન, લોકવાર્તાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંકલન અને દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા રચાયેલા ‘કુકણા કથાઓ’ , ‘કુકણા રામકથા’ અને ‘કનસરીની કથાઓ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોએ કુકણા સમાજની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને લોકસંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના સાહિત્યિક અને સંશોધનાત્મક કાર્યને કારણે કુકણા સમાજની...

તોરણવેરા આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.

   તોરણવેરા આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી.


ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર પર  સંકલિત બાળ વિકાસ સેવાનાં તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી  કેન્દ્રોનો પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાની ઉજવણી સોમવારના રોજ ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાના પ્રમુખપદે યોજાયો હતો. 


 આ પ્રસંગે ઉપસ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડો ચિરાગ ગાવિતે આરોગ્ય અને પોષણ બાબતે મનનીય વકતવ્ય આપતા કહ્યું હતું કે આજકાલના બાળકોમાં પેકેટ ફૂડ અને ઠંડા પીણાનો ચસ્કો લાગ્યો છે. એના કારણે બાળકોમાં  સુગરનું પ્રમાણ ચિંતાજનકરીતે  વધી રહ્યું છે. અને એમના આરોગ્ય માટે બહુ મોટી સમશ્યા બની શકે છે.  આ સમય બાળકોના વાલીઓએ ચેતી જઈ બાળકોને  આ બદીઓથી દુર રાખવાની જરૂર છે. 


આંગણવાડીનાં  કોઈ પણ  કાર્યક્રમમાં હંમેશા  હાજર રહી પ્રોત્શાહન આપતા ગામના સરપંચ શ્રી સુનીલભાઈ દભાડીયાએ કહ્યું હતું કે બાળકોના આરોગ્ય અને શિક્ષણનાં સરકારશ્રી તરફથી આવા   પુરતા કાર્યક્રમો થતા રહે છે અને એમાં મારી હાજરી રહેતી જ હોય છે.  


 બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ જેવાં ટેક હોમ રેશન  અને નાગલી અને જુવાર જેવા મીલેટસમાંથી બનાવાયેલ બિસ્કીટ,શીરો, મેથીના ભજીયા,નાગલીની કેક, ગોટા, સક્કરપારા જેવી વિવિધ ૪૦ જેટલી વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું,  દરેક વાનગી દેખાવે નયનરમ્ય,  પૌષ્ટિક,  સ્વાદિષ્ટ અને નંબરવન  હતી. નિર્ણાયકો માટે પણ વિજેતા વાનગીનો ક્રમ આપવા માટે મૂંઝવણ થઇ હતી.


મીલેટસ વિભાગમાં પાટી નિશાળ ફળિયા કેન્દ્રને નાગલીની કેક માટે પ્રથમ ક્રમ , જુવારના લોટમાંથી ગોટાની વાનગી માટે પાટી દિગ્ધા ફળિયા કેન્દ્રને બીજો અને શક્કરપારા માટે જામનપાડા મંદિર ફળિયા કેન્દ્રને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો. 


ટેકહોમ રેશન માંથી બાળશક્તિમાથી બિસ્કીટ બારી ફળિયા કેન્દ્ર તોરણવેરાને પહેલો, માતૃ શક્તિમાંથી શીરાની વાનગી માટે દુકાન ફળિયા કેન્દ્ર પાણીખડક ને બીજો અને પૂર્ણા શક્તિમાંથી મેથીનાં ભાજીયાની વાનગીને ત્રીજો ક્તમ આપવામાં આવ્યો હતો.


નિર્ણાયકોમાં ડો ચિરાગ ગાવિત, સુનીલભાઈ દભાડીયા, સરપંચશ્રી તોરણવેરા  અને મહેન્દ્રભાઈ પટેલ પ્રાથમિક શાળા તોરણવેરાએ સેવા આપી હતી. 

   આ કાર્યક્રમ  માટે સીડીપીઓ દક્ષાબેન ઠક્કરનું માર્ગદર્શન મળ્યું હતું. સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન  અને તોરણવેરા સેજાની તમામ આંગણવાડી વર્કર બહેનો હાજર રહી ઉત્શાહથી  ભાગ લીધો હતો.   સમગ્ર કાર્યક્રમનું સંચાલન  અને આભારવિધિ હીરલબહેને કરી હતી. 

Comments

Popular posts from this blog

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.

નવસારીમાં 'સક્ષમ શાળા પુરસ્કાર 2024-25' વિતરણ સમારોહની ભવ્ય ઉજવણી.  આજે હું વાત કરીશ નવસારી જિલ્લામાં યોજાયેલા એક પ્રેરણાદાયી કાર્યક્રમ વિશે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા "સક્ષમ શાળા પુરસ્કાર 2024-25" વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ, કાલિયાવાડી ખાતે યોજાયો, જ્યાં જિલ્લાની 15 શાળાઓને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવી. આ સમારોહના અધ્યક્ષસ્થાને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા મેડમ હતા. તેઓની ઉપસ્થિતિમાં શાળાઓને સ્વચ્છ, હરિયાળી, સલામત અને સક્ષમ તરીકેના માપદંડો પર આધારિત પુરસ્કારો આપવામાં આવ્યા. આમાં પ્રાથમિક, માધ્યમિક, ગ્રામ્ય, શહેરી અને નિવાસી શાળાઓનો સમાવેશ થયો. કુલ 9 શાળાઓને જિલ્લા કક્ષાએ અને 6ને તાલુકા કક્ષાએ વિજેતા જાહેર કરી પ્રમાણપત્રો, ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ તેમના ઉદ્બોધનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તેઓએ શિક્ષકની જવાબદારીઓ, આધુનિક ટેક્નોલોજી અને પરંપરાગત પદ્ધતિઓ વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો...

ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી.

  ખેરગામ કુમાર શાળામાં 79મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી. આજે, 15 ઓગસ્ટ 2025ના રોજ, ભારતના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના અવસરે ખેરગામ કુમાર શાળામાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું. આ ઐતિહાસિક દિવસે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નેતાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દર વર્ષે જેવી જ ઉમંગ અને જુસ્સો જોવા મળે છે, તેવું જ આ વખતે પણ હતું. આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં દેશપ્રેમના બીજ વાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જૂથે ગામની ગલીઓમાં ફરીને દેશભક્તિના ગીતો અને નારા લગાવ્યા. ત્યારબાદ શાળાના મેદાનમાં મુખ્ય કાર્યક્રમ શરૂ થયો. ખેરગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તિરંગાને સલામી આપતાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રધ્વજને વંદન કર્યું. વાતાવરણમાં 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' જેવા નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. આ પળોમાં દરેકના હૃદયમાં દેશભક્તિની લાગણી જાગૃત થઈ. લીનાબેન અમદાવાદીએ પ્રાસંગિક પ્રવચનમ...

ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

    ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.  આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો. કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.  તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને...