ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે રાજેશભાઈ પટેલને વધારાનો ચાર્જ, ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન ચીખલી તાલુકાના અંબાચ પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક (HTAT) શ્રી રાજેશભાઈ પટેલ ને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના આદેશ અનુસાર ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, નવસારી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ જિલ્લામાં કેળવણી નિરીક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખી તાલુકાવાર સૌથી વધુ સિનિયર, કાર્યદક્ષ અને સ્વૈચ્છિક સંમતિ ધરાવતા મુખ્યશિક્ષકો (HTAT)ને કેળવણી નિરીક્ષક તરીકે વધારાનો હવાલો સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અનુસંધાને શ્રી રાજેશભાઈ પટેલને ચીખલી બીટ-1ના કેળવણી નિરીક્ષક તરીકે આગળની સૂચના સુધી વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ નિમણૂકના અવસરે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમરોલી પ્રાથમિક શાળા ખાતે શ્રી રાજેશભાઈ પટેલનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેશકુમાર પટેલ સહિત સંઘના હોદ્દેદા...
નારણપોર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન. ખેરગામ, તા. 25 જૂન: ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળા ખાતે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી અરુણભાઈ નાયક સાહેબની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ–2026 કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ અન્ય શાળાઓમાંથી આવેલા ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે ધોરણ 1થી 8માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર, 100 ટકા હાજરી ધરાવતા, CET તથા NMMS પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓ અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ખેરગામ બ્લોકના લાયઝન અધિકારી જીગરભાઈ પટેલ, ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી ...