શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ : પ્રગતિનો મહોત્સવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં મીંઢાબારી અને બોરિયાછ ગામે શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી નવસારી, તા. 24 જૂન 2026: રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ અંતર્ગત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી તથા બોરિયાછ ગામે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે મીંઢાબારી અને બોરિયાછ ગામના બાલવાટિકાના 16, ધોરણ-1ના 19, આંગણવાડીના 4, ધોરણ-9ના 170 તથા ધોરણ-11ના 64 મળી કુલ 273 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર ઔપચારિકતા નહીં પરંતુ શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો એક મહોત્સવ છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત, વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) વચ્ચે સકારાત્મક સમન્વય અને સહભાગિતા અત્યંત જરૂરી છે. તેમણે સ્થાનિક સરપ...